Site icon Revoi.in

6 વર્ષના બાળકનો રેકોર્ડઃ 2 કલાકમાં સતત 3270 પુશઅપ કર્યા!

Social Share

માત્ર 6 વર્ષનો બાળક છે ઈબ્રાહિમ

સતત 2 કલાક કર્યા પુશઅપ

2 કલાકમા કુલ 3270 પુશઅપ

ઓ હ માય ગૉડ ઈનામમાં મળ્યું આલિશાન ઘર

રશિયન બુક ઑફ રેકોર્ડસમાં મળ્યું સ્થાન

આજે યૂવાપેઢી પોતાને ફિટ રાખવા માટે કસરત કરે છે જીમ જાય છે અને ખાસકરીને પુશઅપ પણ કરતા હોય છે, પણ પુશઅપ કરતા કરતા ભલભલાને નાકે દમ આવી જાય છે ,એમા પણ જો કોઈ વ્યક્તિ 2 કલાક સુધી સતત પુશઅપ કરે તો તેની હાલત કેવી થતી હશે ,ચોંકી ગયાને ? તમે વિચારતા હશો કે, કોણ એવું તો હશે કે જે સતત 2 કલાક સુધી પુશઅપ કરતું હશે, તે પણ 3270ની મોટી સંખ્યામાં ,જી હા આ આંકડો કાને પડતા જ સૌ કાઈને આશ્ચર્ય થાય જ અને થવું પણ જોઈએ જ, કારણ કે સામાન્ય રીતે આપણે 50 કે 60 પુશઅપ કરતા થાકી જતા હોઈયે છે તો આતો 3270 પુશઅપ એ પણ સતત 2 કલાકમાં!

આ તો કરી આપણે વ્યક્તિની વાત ,પણ જો હું એમ કહું કે આ વ્યક્તિ એટલે એક બાળક છે તે પણ માત્ર 6 વર્ષનો .છે ને આશ્ચર્ય જનક વાત, જ્યા મોટા મોટા જીમ ટ્રેનર પણ સતત 2 કલાક પુશઅપ ન કરી શકતા હોય ત્યા આ 6 વર્ષનો બાળક 2 કલાકમાં 3270 પુશઅપ કરે છે , તો તમને નવાઈ તો લાગી જ હશે, તો ચાલો જાણીયે આ 6 વર્ષનો બાળક આખરે છે કોણ ?

સતત બે કલાકમાં 3270 પુશઅપ કરીને માત્ર 6 વર્ષના બાળકે રેકોર્ડ બનાવ્યો છે ,આ 6 વર્ષના બાળકનું નામ છે ઈબ્રાહિમ લિયાનોવ છે જે રુસનો રહેવાશી છે તે અહિની એક સ્પોર્ટ ક્લબનો મેમ્બર છે તે અને તેના પિતા આ ક્લબમાં વાર નવાર આવતા રહેતા હોઈ છે અને આ ક્લબ અવારનવાર અનેક પ્રતિયોગિતા યોજાતી હોય છે આ સ્પોર્ટસ ક્લબમાં દરરોજ પુશઅપ કોમ્પિટિશન યોજવામાં આવે છે ત્યારે એહિ યોજવામાં વેલી પ્રતિયોગિતામાં આ ઈબ્રાહિમે ભાગ લઈને જીત મેળવી હતી અને આ બાળકની આ ખાસિયતને રશિયન બુક ઑફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે સાથે સાથે ઈનામ રુપે તેને એક આલિશાન ઘર પમ આપવામાં આવ્યું છે ,ત્યારે હાલ મિડિયામાં ચારે બાજુ ઈબ્રાહિમના ખુબજ વખાણ થઈ રહ્યા છે આટલી નાની ઉમંરમાં આટલી મોટી સિધ્ધિ તેણે પ્રાપ્ત કરી છે જેને લઈને ઈબ્રાહીમના ચર્ચા ચારે બાજુ થઈ રહ્યા છે

રુસના એક મિડિયાના રિપોર્ટ મુજબ ઈબ્રાહિમનું લક્ષ્ય ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ બનાવવાનું છે.ત્યારે ઈબ્રાહિમ ત્યા પહોંવા માટે લગાતાર મહેનત કરી રહ્યો છે,આ બાબતમાં રમઝાન કાડેરોવનુ કહેવું છે કે “ઈબ્રાહિમે જે આ 2 કલાક સતત પુશઅપ કર્યા તે ખરખર ખુબજ અધરુ કામ છે કોઈ મોટી વ્યક્તિ પણ તે ભાગ્યે જ કરી શકે હું તેના સાથે કાર્ય કરવા ઈચ્છુ છું અને ખુબજ જલ્દી તેના પિતાએ જીમ જવામાટે કાર ભાડે ન લેવી પડે અને તેની પાસે તેની પેતાની કાર હોય તેવી આશા રાખુ છું”

જ્યારે 2018માં એક 5 વર્ષના બાળકે સતત 4105 પુશઅપ કરીને રેકોર્ડ બનાવ્યો હતો જેને રુસના રાષ્ટ્રપતિના અંગત ગણાતા રમઝાન કાડેરોવએ સન્માનિત કર્યો હતો જેને પુરસ્કારમાં એક મર્સિડીઝ કાર આપવામાં આવી હતી જેની કિમંત અંદાજે 24 લાખ રુપિયા હતી.