Site icon Revoi.in

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીયો માટે રાહતના સમાચાર

Social Share

વર્ષોથી પોતાનો દેશ છોડીને એમેરિકામાં વસવાચ કરી રહેલા ભારતીયોને એક આશ હોય છે કે, દિવસો જતા અમને અમેરિકાનો ગ્રીનકાર્ડ મળી રહે. જો કે  એટલું સહેલું પણ નથી જ., પરંતુ હવે અમેરિકામાં આ બાબતને લઈને એક કાદયો પસાર કરવામાં આવ્યો છે જેમાં ત્યા વસતા ભારતીયોને ચોક્કસ રાહત મળશે.

એમેરિકી સેનેટે રોજગારના આધારે જારી કરવામાં આવનારા  પ્રવાસી વિઝા પર  દેશો પ્રમાણે લાદવામાં આવેલી મર્યાદાને નાબૂદ કરનાર બિલને સર્વાનુમતિથી પસાર કર્યું છે. આ બિલ પારિત થયા બાદ કાયદો બન્યા પછી પારિવારના આધારે વિઝા આપવામાં આવશે. આ કાયદો લાગુ થવાથી એવા હજારો ભારતીય વ્યાવસાયિકોને લાભ થશે જે ઘણા વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોતા હતા

આ બિલ પસાર થવાથી હાઇ-સ્કીલ્ડ ઇમિગ્રન્ટ એક્ટનો રસ્તો મોકળો થઈ ગયો છે. એચ -1 બી વિઝા પર અમેરિકી આવતા ભારતીય વ્યાવસાયકારો માટે આ મોટી રાહત છે. આ વ્યાવસાયકારો ઘણા દાયકાઓથી અમેરિકામાં સ્થાયિ છે પરંતુ ગ્રીન કાર્ડની બનવાની રાહ જોઈ રહ્યા હતા.

મૂળ બિલને અમેરિકી પ્રતિનિધિ સભાએ 10 જુલાઈ વર્ષ 2019 ના રોજ પાસ કર્યું હતું, રિપબ્લિકન સીનેટર માઈક લી એ સીનેટમાં યૂટા સાથે રજુ કર્ય. હતું, આ બિલ પારિત થતા પરિવાર આધારિત પ્રવાસી વિઝાપર લગાવવામાં આવેલી મર્યાદાઓ હટી જશે

જો કે, હાલના સમયે કોઈપણ દેશને  15 ટકા વિધા આપવામાં આવે છે, જેમાં 7 ટકા વિઝા કૌટુંબિક ધોરણે જારી કરવામાં આવે છે. આ સિવાય આ બિલમાં રોજગારના આધારે અપાયેલા વિઝા પરની  લગાવવામાં આવેલી 7 ટકાની મર્યાદા પણ દૂર થઈ જશે.

સાહિન-

Exit mobile version