Site icon Revoi.in

ભારતીયોની ગ્રીનકાર્ડ માટેની સમસ્યાનું નિવારણ લાવવા માટેની રિપબ્લિકન સેનેટર માઇક લી ની અપીલ-

Social Share

હવે ભારતવાસીઓનું અમેરીકાનો ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું માત્ર સપનુ જ રહેશે જેવી સ્થિતિ ઉદ્ભવી છે,ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી હવે રાહ જોવી પડશે અમેરીકાની સરકાર દ્રારા છેલ્લા ઘણા સમયથી વિઝા અને ગ્રીન કાર્ડને લઈને અનેક નવા નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે,કોરોના સંક્ટને લઈને અમેરીકામાં કેટલાક નિયમોમાં ફેરફાર અવાર નવાર થતા જોવા મળી રહ્યા છે.

એક ભારતીય નાગરિક માટે અમેરિકામાં સ્થાયી નિવાસ અથવા ગ્રીન કાર્ડ મૅેળવવા માટેનો બેકલોગ ૧૯૫ વર્ષથી વધારે છે. ટોચના રિપબ્લિકન સેનેટર માઇક લીએ પોતાના સેનેટ સહયોગીઓને આ સમસ્યાના ઉકેલ એક લેજિસ્લેટિવ ઠરાવ પસાર કરવાની અપીલ કરી છે. સેનેટર ડર્ક ડર્બિન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો જેમાં દલીલ  કરતા યુટાહના સેનટર લીએ અપ્રવાસી શ્રમિકો અને તેમના બાળકોની રક્ષા કરવા માટેની વાત  કરી હતી જે બેકલોગમાં ફસાયેલા છે.

ઉલ્લખનીય છે કે ગ્રીન કાર્ડને અમેરિકામાં કાયમ રહેંણાક માટેનો મહત્વનો ગણવામાં આવે છે. સેનેટર માઇક લીએ બુધવારના રોજ જણાવ્યું હતું કે વર્તમાન સમયની ગ્રીન કાર્ડની આ નીતિએ એક અપ્રવાસી બાળક માટે કઈજ નથી કર્યુ,જે બાળકના મૃત માતા-પિતાના ગ્રીન કાર્ડની અરજીનો છેવટે અસ્વીકાર થયો,આ અરજીના અસ્વીકારનું કારણ માત્ર એ જ હતું કે તે અપ્રવાસી બાળક પાસે કોઈ નોકરી નહોતી

ભારતના એક વ્યક્તિ માટે અમેરિકા દેશમાં ગ્રીન કાર્ડ મેળવવા માટેનો બેકલોગ ૧૯૫ જેટલા વર્ષથી પણ વધુ છે. ટોચના રિપબ્લિકન સેનેટર માઇક લીએ પોતાના સેનેટ સહયોગીઓને આ સમસ્યાના નિવારણ માટે એક લેજિસ્લેટિવ ઠરાવ પાસ કરવાની અપીલ કરી છે.

આ ગ્રીન કાર્ડ એ પ્રકારના લોકો માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થાય છે જેઓ અસ્થાયી વર્ક વિઝા પરમીટથી અમેરિકામાં રહે  છે. ત્યારે હવે આ બેકલોગે પરિવારોને પોતાની ઇમિગ્રેશનને ખોય બેસવાનો ડર ઉત્પન્ન કર્યો છે.

લીએ આ અંગે વધુમાં કહ્યું કે, આજે ભારતના બેકલોગમાં પ્રવેશ કરતા કોઇ વ્યકિતને ઇબી-૩ ગ્રીનકાર્ડ મેળવવા માટે ૧૯૫ વર્ષના લાંબાગાળાની રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં 9 હજાર 8 જેટલા ભારતના નાગરિકોને કેટગરી ૧ (ઇબી-૧), ૨ હજાર 908 ભારતીય નાગરિકોને કેટેગરી ૨(ઇબી-૨) અને 5 હજાર ૮૩ જેટલા ભારતીય નાગરિકોને કેટગરી ૩ (ઇબી-૩) ગ્રીનકાર્ડ આપાયા હતા. જેમાં ઇબી-૧ કે જે કેટેગરી ૩ એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ છે.

જો તમે તમારા બાળકોને લઇને એચ-૧બી વિઝા પર નોકરી અર્થે અમેરીકામાં રહો છો,તમારું બાલક તમારા ગ્રીન કાર્ડની રાહ જુએ છે,અને તમે અમેરીકાના નાગરીક નથી જેથી બાલકનો તમામ ખર્ચ જેમ કે શાળા કોલેજની ફિ ભરવી જે તમે ઉપાડી રહ્યા છો,કેમ કે ત્યાની સરકાર તમને કોી પણ પ્રકારની સહાય નથી આપી રહી,અને જ્યારે આટલું કરવા પછી બાળકની વય 21 વર્ષની થાય ત્યારે તેને અમેરીકામાંથી પરત કરી દેવામાં આવે છે,અર્થાત તે બાળક અમેરીકામાં ન રહી શકે. આવી સ્થિતિમાં વર્ષો સુઘીની માતા-પિતાની તપસ્યા વેડાફાઈ છે,અને 21 વર્ષ જેટલો સમય જે વ્યક્તિ અમેરીકામાં રહ્યો હોય તેને નિર્વાસ કરવામાં આવે છે.

સાહીન-