Site icon Revoi.in

ઋષભ પંતે પોતાની ભૂલોની હદ વટાવીઃ-કોચ શાસ્ત્રીએ આપી આ ચેંતવણી

Social Share

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ છેલ્લે કહેવું જ પડ્યું કે,ઋષભ પંત જો વેસ્ટ ઈન્ડિઝ વખતે ફરી તેમની ભુલોનું પુનરાવર્તન કરશે તો તેમણે તેની કિંમત ભોગવવી પડશે,શાસ્ત્રીએ કહ્યું કે,આ યૂવા વિકેટ કીપર બલ્લેબાજે વેસ્ટ ઈન્ડિઝ મુલાકાત વખતે અમને નિરાશ કર્યો છે,તેઓ સીરીઝના ત્રીજા વન-ડે મેચમાં પ્રથમ બોલમાં જ આઉટ થઈ ગયા હતા.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આ વખતે અમે તેમને છોડી દઈએ છીએ,પોર્ટ ઑફ સ્પેનમાં પહેલા જ બોલમાં જે રીતે શૉર્ટ રમીને આઉટ થયા હતા એજ રીતે તેમની ભુલને તેઓ રીપીટ કરશે તો તેમને જણાવવામાં આવશે અને તેમની ભુલનું પરિણામ તેમણે વેઠવું પડશે.

શાસ્ત્રીએ સ્પાર્ટસને કહ્યું કે ,આ બિલકુલ સામાન્ય છે,પોતાને નિરાશ કરવાની વાત તો જવા દો પણ તમે ટીમને પણ નિરાશ કરી રહ્યા છો, જ્યારે કેપ્ટન તમારી સાથે ક્રિઝ પર છે અને તમે કોઈ લક્ષ્યનો પીછો કરી રહ્યાં છો, ત્યારે તમારે સમજદારીથી ક્રિકેટ રમવું પડે છે.’આ સાથે શાસ્ત્રીએ પંતનો બચાવ પણ કર્યો હતો અને કહ્યું હતુ કે,પતંની કાબિલીયત પર કોઈ સવાલ ઉઠાવી શકે નહી, પરંતુ જો તેઓ શોર્ટ સિલેક્શન અને યોગ્ય નિર્ણયમાં સુધારો કરશે તો તેમને રોકવા આસાન નથી.

શાસ્ત્રીએ આગળ કહ્યું કે ,તેમને આ વાત સમજવામાં એક કે પછી ચાર મેચ લાગી શકે છે,તેમણે આઈપીએલની ઘણી મેચ રમી છે,હવે સાચો સમય આવી ગયો છે કે તેઓ જવાબદારી ઉઠાવે અને તેમની કાબિલીયત બતાવે