Site icon Revoi.in

રશિયાની કોરોના વેક્સિનના માનવ પરિક્ષણમાં જોવા મળ્યા સારા પરિણામો

Social Share

 

રશિયાની વેક્સિનને લઈને અનેક દેશો આશા સેવી રહ્યા છે. કોરોના સામે માનવ પરિક્ષણમાં સારા પરિણામે વિતેલા મહિનામાં જ વિશ્વમાં કોરોના વાયરસની પ્રથમ રસી બનાવવાનો દાવો કર્યો હતો. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુએસ અને વિશ્વના અનેક મોટા નિષ્ણાતો શરૂઆતથી જ આ વેક્સિન પર વિશ્વાસ નહોતા દાખવતા. હવે એક નવા અભ્યાસમાં રશિયાની તે વેક્સિનને સંપૂર્ણ રીતે અસરકારક અને સુરક્ષિત દર્શાવામાં આવી છે.

વેકિસન પરિક્ષણનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો-

‘ધ લેન્સિટ’માં શુક્રવારના રોજ રજુ કરવામાં આવેલા એક રિપોર્ટ મુજબ, પ્રારંભિક તબક્કાના એક બિન-રેન્ડમાઇઝ્ડ વેક્સિનના પરિક્ષણમાં સારા પરિણામો દર્શાવવામાં આવ્યા છે.વેક્સિનના બે ફોર્મ્યુલેશનનો 76 લોકો પર પરિક્ષણ કર્યા બાદના 42 દિવસમાં સુરક્ષા બાબતે જાણ મળી છે. 21 દિવસની અંદર જ વેક્સિનના ડોઝ લીધેલા દરેક લોકોમાં એન્ટિબોડીઝનો સારો રિસ્પોન્ડ્સ જોવા મળ્યો હતો.

રિપોર્ટમાં સફળ પરિક્ષણનો દાવો કરાયો-

વેક્સિનના રિસર્ચ કરનારાઓ એ આ રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે, 28 દિવસમાં આ વેક્સિન દ્વારા શરીરમાં ટી-સેલ પણ બનવા લાગે છે, જે શરીરને વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. આ અહેવાલ 42 દિવસ સુધી ચાલેલા બે નાના સ્તરે થયેલા પરિક્ષણઓ પર આધારિત છે. પ્રથમ પરિક્ષણમાં, વેક્સિનના ફ્રોઝન ફોર્મ્યૂલેશન અને બીજા પરિક્ષણમાં લ્યોફિલાઇઝ્ડ ફોર્મ્યુલેશનની તપાસ કરવામાં આવી હતી.

આ વેક્સિનના બન્ને હિસ્સા જેમાં ‘હ્યુમન એડેનોવાયરસ પ્રકાર -26’ એટલે કે ‘આરએડી 26-એસ’ અને ‘હ્યુમન એડેનોવાયરસ ટાઇપ -5’ અર્થાત ‘આરએડી 5-એસ’ના પુનસંગઠક તત્વો સામેલ છે, જેને SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન તરીકે મોડ્યુલેટેડ કરવામાં આવ્યા હતા.બન્ને સ્તરના પરિક્ષણોમાં, દવાઓની સપ્લાય અને સ્ટોર કરવાની બાબતે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

રશિયાની સ્પુટનિક-વી વેક્સિન  દર્દીઓમાં કઈ રીતે કામ કરે છે-

આ વેક્સિન હાથની માસપેશિઓની મદદ વડે શરિરમાં પ્રવેશ કરાવવામાં આવે છે, ત્યાર બાદ ઈમ્યૂન સિસ્ટમ પર તેની અસર જોવા મળવાની શરુ થાય છે,એન્ટિબોડી અને ટી-સેલ્સ જનરેટ થયા બાદ તે શરિરમાં ફેલાયેલા વાયરસ અને SARS-CoV-2ના ઈન્ફેક્ટેડ સેલ્સને પોતાનો નિશાનો બનાવે છે

રશિયાની આ વેક્સિનનું નામ સ્પુટનિક વી છે, જેને ‘ગમાલિયા રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર ફોર રોગશાસ્ત્ર અને માઇક્રોબાયોલોજી’ દ્વારા વિકસાવવામાં આવી છે. આ સંશોધનનાં મુખ્ય લેખક ડેનિસ લોગુનોવે જણાવ્યું હતું કે, એકવાર એડિનોવાયરસ વેક્સિનના માનવ કોષમાં દાખલ થતાની સાથે જ, તે SARS-CoV-2 નો સ્પાઇક પ્રોટીન આનુવંશિક કોડ પહોંચાડવાનું શરૂ કરી દે છે, જે કોશિકાઓ માટે સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરવાનું કારણ છે.

18 થી 60 વર્ષના લોકોને આપવામાં આવ્યો વેક્સિનનો ડોઝ-

લોગુનોવનું આ બાબતે કહેવું છે કે, આ વેક્સિન ઈમ્યૂનને વાયરસ અને જોખમને ઓળખીને તેને ટારગેટ કરવામાં મદદ કરે છે. આ પ્રયોગો રશિયાની જ બે હોસ્પિટલોમાં કરવામાં આવ્યા છે. આ બંને નોન-રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ્સમાં સ્વયંસેવકો પહેલાથી જાણતા હતા કે તેઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.આ વેક્સિન પરિક્ષણમાં માત્રેન માત્ર 18 થી 60 વર્ષની વય ધરાવતા તંદુરસ્ત લોકોનો સમાવેશ કરાયો હતો.

વેક્સિન આપ્યા બાદ સામાન્ય ફરીયાદો જોવા મળી-

આ તમામ સ્વયંસેવકરોને વેક્સિન આપ્યા 28 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. વેક્સિનનો ડોઝ આપ્યા બાદસ્વયંસેવકોએ ઇન્જેક્શન મુકવામાં આલેવા ભાગમાં પેઈન, હાયપરથેર્મિયા, માથાનો દુખાવો, નબળાઇ, રએનર્જીનો અભાવ, સ્નાયુ અને સાંધામાં દુખાવની ફરિયાદોના અનુભવ થયા હતા. જો કે આ તમામ ફરિયાદો વિશે સંશોધનકારોનું કહેવું છે કે, સામાન્ય રીતે આ તમામ લક્ષણો દરેક વેક્સિનમાં જોવા મળે છે, ખાસ કરીને જે રિકોમ્બિનન્ટ વાયરલ વેક્ટર પર આધારિત હોય છે