Site icon Revoi.in

ફિલ્મ ‘આર્ટિકલ 15’ ને મોટી રાહત, રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર

Social Share

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ-15ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.

તેની સાથે જ કોર્ટે અરજદાર બ્રાહ્મણ સમાજ ઓફ ઈન્ડિયા સંસ્થાને કહ્યું છે કે સંબંધિત ફોરમમાં અરજી દાખલ કરો.

પોતાની અરજીમાં બ્રાહ્મણ સમાજ ઓફ ઈન્ડિયા સંસ્થાએ કોર્ટમાંથી ફિલ્મ પર રોક લગાવવાની માગણી કરી છે. જો કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે.