Site icon Revoi.in

VIDEO: વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈ ચકાસવા માટે તેનાત કરાયો કર્મચારી!

Social Share

વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈ ચકાસવા માટે કોલેજના ગેટની બહાર કર્મચારીની તેનાતી કરવામાં આવી છે. કોલેજ આવનારી દરેક વિદ્યાર્થિનીની કુર્તીની લંબાઈને ચકાસવામાં આવે છે અને ત્યાર બાદ જ તેમને કોલેજમાં એન્ટ્રી આપવામાં આવે છે. આ મામલો હૈદરાબાદનો છે. વિદ્યાર્થિનીઓની કુર્તી માપવાનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે કોલેજના ગેટ પર ઘણી વિદ્યાર્થિનીઓ ઉભી છે અને એક મહિલા કર્મચારી સૌની કુર્તી જોઈને તેમને કોલેજની અંદર એન્ટ્રી આપી રહી છે. જે વિદ્યાર્થિનીની કુર્તીની લંબાઈ ઓછી છે, તેમને કોલેજમાં એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે એક મહિલા કર્મચારી કોલેજના ગેટ પર વિદ્યાર્થિનીઓની કુર્તીને જોઈને તેમને અંદર જવાનો ઈશારો કરી રહી છે. તે દરમિયાન ઘણી વિદ્યાર્થિનીઓને તે અંદર જવા દેતી નથી. આ વિદ્યાર્થિનીઓના ઓળખપત્ર ચકાસવામાં વે છે અને પછી તેમની કુર્તીની લંબાઈ. ફેસબુક સહીત અન્ય સોશયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ શેયર કરયો છે. ‘Zanobia Tumbi’ નામથી એક ફેસબુક પેજ પર આના સાથે સંબંધિત ઘણાં વીડિયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક વિદ્યાર્થિનીઓ કોલેજ પ્રશાસનના આ પગલાના વિરોધ પણ કરી રહી છે. વીડિયોમાં એક વિદ્યાર્થિની એમ પણ કહેતી સંભળાઈ રહી છે કે St Francis Collegeને અહીંની સૌથી સારી કોલેજ માનવામાં આવે છે. પરંતુ જો અહીં આ હાલ છે, તો દુનિયામાં શું સ્થિતિ હશે.

મહત્વપૂર્ણ છે કે આ કોલેજમાં વિદ્યાર્થિનીઓના ડ્રેસને લઈને નવા નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થયો છે. કોલેજનો નવો નિયમ કહે છે કે યુવતીઓને કોલેજમાં ત્યારે જ પ્રવેશ મળી શકશે, જ્યારે તેઓ ઘૂંટણથી નીચે સુધીની કુર્તી અથવા સ્લિવલેસ પહેરશે. ઘૂંટણથી ઉપરની કુર્તી પહેરનારી વિદ્યાર્થિનીઓને કોલેજમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.

કોલેજમાં સ્લિવલેસ અને શોર્ટસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોલેજ પ્રશાસન દ્વારા નવા નિયમો સાથે સંબંધિત આ નિર્દેશ જુલાઈમાં જાહેર કરવામાં આવ્યો હતો. હાલ હવે કોલેજ પ્રશાસનના આ ફરમાનને લઈને વિદ્યાર્થિનીઓએ અહીં પ્રદર્શન પણ કર્યું છે. જો કે હજી સુધી કોલેજ પ્રશાસન તરફથી આના પર કંઈપણ કહેવામાં આવ્યું નથી.