Site icon Revoi.in

અસલામત પ.બંગાળ: કોલકત્તામાં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયાની સડક વચ્ચે છેડતી, સાતની ધરપકડ

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા ઉશોશી સેન ગુપ્તાની સાથે કેટલાક બદમાશોએ ગેરવર્તન કર્યું છે. ઉશોશી સેન ગુપ્ત કેબમાં જઈ રહી હતી, ત્યારે તેના ડ્રાઈવર સાથે આરોપીઓએ મારામારી કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં આ મામલામાં સાત આરોપીઓની ધરપકડ કરી છે. ઉશોશીનું કહેવું છે કે 18 જૂને કામ સમાપ્ત કર્યા બાદ પોતાના સહકર્મી સાથે તે ઘરે પાછી ફરી રહી હતી. ત્યારે કેબમાં તે સવાર હતી, તેના ડ્રાઈવર સાથે રસ્તામાં કેટલાક યુવકોએ મારામારી કરી. કેબ રોકીને હંગામો કર્યો હતો.

ઉશોશીએ જ્યારે પોલીસની મદદ માંગી તો એ કહીને ઈન્કાર કરવામાં આવ્યો કે આ મામલો તેના પોલીસ સ્ટેશનની હદમાં આવતો નથી. પોલીસને ફરિયાદ કરવાને કારણે આ બદમાશો ઉશોશીનો પણ પીછો કરવા લાગ્યા હતા. ઉશોશીને ઘરની પાસે ઘેરીને બદમાશોએ તેની સાથે ગેરવર્તુણક કરી હતી. તેનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. ઉશોશીનો આરોપ છે કે વીડિયોમાં જોવા મળી રહેલા આ યુવકોએ આ ગેરવર્તન કર્યું હતું.

ઉશોશીએ તાજેતરમાં ગેરવર્તન મામલે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. કોલકત્તા પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહીં કરવા બદલ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. ફેસબુક પર તેણે લાંબી પોસ્ટ પણ લખી છે. મંગળવારે તેણે એક પોસ્ટ લખી હતી કે રાત્રે મે લગભગ 11-40 કલાકે કામ સમાપ્ત કર્યું અને ઘરે જવા માટે જેડબ્લ્યૂ મેરિયટથી ઉબર બુક કરી. મારી સાથે મારી ફ્રેન્ડ પણ હતી. અમે એલીગિન તરફ જવા માટે ડાબી બાજૂ વળી રહ્યા હતા. ત્યારે બાઈક પર કેટલાક યુવકો આવ્યા અને કાર સાથે અથડાયા હતા. તેમણે બાઈક રોકીને બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ડ્રાઈવરને ખેંચીને માર મારવાનું શરૂ કર્યું હતું. હું ઘટનાનો વીડિયો બનાવવા લાગી.

ઉશોશીએ આગળ લખ્યું છે કે ત્યારે મને એક પોલીસકર્મી જોવા મળ્યો. હું દોડીને તેની પાસે ગઈ અને યુવકોને રોકવાની માગણી કરી હતી. પરંતુ તેણે કહ્યુ કે આ તેના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નથી, પરંતુ ભવાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. મારા વારંવાર અનુરોધ કર્યા બાદ પોલીસ આવી અને યુવકોને પકડયા. પરંતુ યુવકોએ પોલીસ અધિકારીઓને ધક્કા માર્યા અને ત્યાંથી ફરાર થયા હતા. ત્યાં સુધી રાત્રિના 12 વાગી ગયા હતા.

તેણે કહ્યુ કે ત્યાર બાદ જ્યારે અમે નીકળ્યા તો યુવકોએ અમારો પીછો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે હું મારી ફ્રેન્ડને ડ્રોપ કરી રહી હતી. ત્યારે ત્રણ બાઈખ પર સવાલ યુવકોએ અમારી સાથે મારપીટ કરી. તેમણે મને બહાર ખેંચી અને વીડિયો ડિલીટ કરવા માટે મારો ફોન તોડવાની કોશિશ કરી હતી. જ્યારે મે બૂમો પાડી તો આસપાસના લોકો આવ્યા, જેના પછી તે યુવકો ત્યાંથી જતા રહ્યા.

ફેસબુક પોસ્ટ બાદ પોલીસે સીએમ મમતા બેનર્જીને ટેગ કરતા લખ્યું છે કે અમે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને અત્યાર સુધીમાં સાત લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે.