Site icon Revoi.in

ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ અક્ષર પટેલ આ કારણોસર ટીમમાંથી બહાર, BCCIએ આપી જાણકારી

Social Share

ચેન્નાઇ: ઇગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ શરૂ થવાની છે તે પહેલા જ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મેચના થોડા સમય પહેલા જ આ વિશેની માહિતી આપી છે. આ સિવાય શાહબાજ નદીમ તેમજ રાહુલ ચાહરને ટીમમાં જોડવામાં આવ્યા છે. આ બન્ને સ્ટેન્ડ બાય તરીકે ટીમની સાથે રહેશે.

પહેલા માનવામાં આવી રહ્યું હતું કે અક્ષર પટેલ ઇંગ્લેન્ડ સામે આજે ટેસ્ટ ડેબ્યુ કરશે. આ પહેલા કેપ્ટને કહ્યું હતું કે બોલિંગમાં ઓલરાઉન્ડરને સમર્થન આપીશું. આ સિવાય કોહલીએ એમ પણ કહ્યું હતું કે જાડેજાની ગેરહજારીમાં જોવા જઇએ તો અક્ષર પટેલ તેની જગ્યા પર ફિટ બેસે છે.

કોહલીએ એમ પણ કહ્યું હતું કે, અમને જાહેજાની ગેરહાજરીમાં તેના જેવો જ ખેલાડી જોઈએ જે ગેમના ત્રણે પાર્ટમાં તેના જેવી સ્કીલ ધરાવતો હોય. જાડ્ડુ (રવિન્દ્ર જાડેજા) ઉપલબ્ધ નથી માટે અક્ષરને પ્રાથમિકતા મળશે કારણ કે તે મેદાન પર તેના જેવી જ કુશળતા લઈને આવે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ઘણી જ રોમાંચક રહેવાની આશા છે. બન્ને ટીમોએ પોતાની પાછલી સીરિઝમાં જીત મેળવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો છે ત્યારે ઈંગ્લેન્ડે શ્રીલંકાને માત આપી છે. બન્ને ટીમો વચ્ચે આ સીરિઝ કેટલાક ખેલાડીઓના કારણે વધારે રોચક બની શકે છે.

(સંકેત)