Site icon Revoi.in

ક્રિકેટ બોર્ડને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું, આ ક્રિકેટ બોર્ડ થઇ ગયું દેવાદાર

Social Share

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ હાલમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ઉધાર લઇને ખેલાડીઓના પગારની ચૂકવણી કરવી પડી હતી. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રિકી સ્કેરિટે આ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીએ તેમને ખેલાડીઓ તેમજ સ્ટાફને પગાર આપવા માટે ઉધાર લેવા માટે બાધ્ય કર્યા, પરંતુ તેમના કાર્યકાળમાં બોર્ડનું દેવું ઘટીને એક તૃત્યાંશ પર આવી ગયું છે.

સ્કેરિટ ગુયાના ક્રિકેટ બોર્ડના સચિવ આનંદ સાનાસી વિરુદ્વ ચૂંટણી લડશે. બોર્ડની નાણાકીય સ્થિતિની વાત કરતા સ્કેરિટે કહ્યું કે, જ્યારથી તેમણે પદભાર સંભાળ્યો છે ત્યારથી સ્થિતિમાં અનેક સુધારા થયા છે.

સૌથી મોટી સમસ્યા એ હતી કે અમે રકમ મળતા પહેલા જ ભવિષ્યના ખર્ચ વિશે વાત કરી લીધી હતી. અમે ઉધારની લીધેલી રકમ પર ચાલી રહ્યા હતા. માટે અમારા પર અંદાજે બે કરોડ ડોલરનું દેવું હતું અને અમે ઉધાર આપવા માટે ઉધાર લઇ રહ્યા હતા.

રિકી સ્કેરિટે આર્થિક સ્થિતિ અંગે વાત કરતા કહ્યું હતું કે, અમારી પાસે ફંડના નામે કંઇ જ ન હતું. થોડા સમય માટે તો આ પ્રકારની રણનીતિ અથવા સ્થિતિમાં કામ કરી શકાય છે. કારણ કે ત્યારે મહામારીને કારણે રૂપિયાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે આગળ કહ્યું કે, બોર્ડની પાસે સ્ટાફને પગાર આપવા માટે પણ પૈસા ન હતા. એ પણ ત્યારે જ્યારે મહામારીને કારણે બધા કર્મચારીઓ અડધા પગાર પર કામ કરી રહ્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓએ ખર્ચા પર કાપ મૂકવો પડ્યો. ફાયદા નુકસાન વિશે વધારે ધ્યાન આપવાને પગલે અમે રોકડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમામ બિનજરૂરી કામ બંધ કર્યા. આ બધા પગલાંઓના સકારાત્મક પરિણામ તરીકે અમારું દેવું ઘટીને એક તૃત્યાંશ થઇ ગયું.

(સંકેત)

Exit mobile version