Site icon Revoi.in

શ્રીલંકા: કોલંબોના ચર્ચમાં વિસ્ફોટ, જુઓ લાઈવ VIDEO

Social Share

કોલંબો: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે ઈસ્ટરની પ્રાર્થનાસભા દરમિયાન વિસ્ફોટો થયા છે. શ્રીલંકામાં ત્રણ ચર્ચો અને ત્રણ હોટલો એમ કુલ છ સ્થાનો પર વિસ્ફોટોમાં 160થી વધુના મોત અને 450થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

સ્થાનિક મીડિયા મૃતકોના આંકમાં વધારાની ભીતિ સેવી રહ્યું છે. ઈસ્ટર વખતે ચર્ચોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા.

વિસ્ફોટ વખતે ચર્ચમાં ઈસ્ટરની પ્રાર્થનાસભા ચાલી રહી હતી. શ્રીલંકાના રિપોર્ટ્સ મુજબ, બ્ટટ્કિલોબા, નૈગોંબો, કોલંબોના ચર્ચો અને શાંગરી લા સહીતની ત્રણ હોટલોમાં એમ કુલ છ સ્થાનો પર વિસ્ફોટ થયા છે.

શ્રીલંકામાં ભારતીય દૂતાવાસે જાણકારી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

શ્રીલંકામાં વિસ્ફોટ બાદ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જાણકારી આપી છે કે કોલંબોમાં ભારતીય હાઈકમિશન સાથે તેઓ સતત સંપર્કમાં છે.

Exit mobile version