Site icon Revoi.in

સમુદ્રમાં ડૂબી રહ્યું છે આ શહેર,ઈન્ડોનેશિયા 2024 સુધી બદલશે પોતાની રાજધાની

Social Share

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પર ખતરો મંડળાઈ રહ્યો છે,જકાર્તા વિશ્વના એ શહેરોમાં સમાવેશ પામે છે જે ખુબજ ઝડપથી સમુદ્રમાં ડૂબી રહ્યા છે, વર્લ્ડ કોનોમિક ફોરમ મુજબ ભૂગર્ભ જળના વધારે પડતા શોષણને કારણે જકાર્તા હવે જાવાના સમુદ્રમાં ઝડપથી ડૂબી રહ્યું છે,શહેરનો ક મોટો પિસ્સો દલદલ બનીને રહી ગયો છે.

અહિયા ઉત્તર બાજુ સમુદ્ર આવેલો  છે જેના કારણે પૂરની સ્થિતી ખુબજ ઝડપથી વધી રહી છે, આ સિવાય આહિયાની સૌથી વધુ ટ્રાફિકના કારણે હવામાં પ્રદુષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે, કેટલાક લોકે વાયુ પ્રદુષણને લઈને ઈન્ડોનેશિયાની સરકાર પર અદાલતમાં અરજીઓ પણ કરી છે

રાજધાની બીજે ખસેડવા માટે 2.44 લાખ કરોડનો ખર્ચ

ઈન્ડાનેશિયાની રાજધાની જકાર્તા ને બીજે  બોર્નિયોમાં શિફ્ટ કરવામં આવશે, ત્યારે જકાર્તા ને બોર્નિયોમાં લાવવાનો ખર્ચ 2.44 લોખ કરોડ જેટલો થશે,સમગ્ર રાજધાનીને શિફ્ટ કરવા માટે અંદાજે 10 વર્ષ જેટલો સમય લાગશે, જકાર્તામાં હાલમાં અંદાજે 1 કરોડની વસ્તી છે ત્યારે 2030 સુધી  વસ્તી દર 3.50 કરોડ સુધી પહોચી જશે.

સંયૂક્ત રાષ્ટ્રના મુજબ જકાર્તા વિશ્વની વધુ વસ્તી ધરાવતું મેટ્રોપૉલિટન શહેરમાં સમાવેશ પામે છે, બોર્નિયો વિશ્વનું ત્રીજા નંબરનો સૌથી મોટો ટાપુ છે, તેના ઉત્તરભાગમાં કેટલોક હિસ્સો મલેશિયા ને બ્રુનેઈમાં સમાવેશ પામે છે, આ ટાપુ પર ખુબજ વધુ પ્રમાણમાં વર્ષાવન આવેલા છે,પરંતુ હાલના સમયમાં તેને લોકો દ્રારા કાપવામાં આવી રહ્યા છે.

બોર્નિયોને શા માટે રાજધાની તરીકે પસંદ કરવામાં આવી

બોર્નિયો ટાપુના પૂર્વી કાલિમંતન પ્રાંતના પેનાઝમ પાસેર ઉતારા અને કુર્તાઈ કાર્તાનેગારાના વચ્ચે નવી રાજધાની હશે.

નવી રાજધાની બનવાની શરુઆત 2021માં કરવામાં આવશે

શિફ્ટ કરવાની પ્રક્રિયા 2021માં થશે

પૂર્વી કાલિમંતનમાં પ્રાકૃતિક મુશ્કેલીઓ ખૂબ ઓછી આવે છે

નવી રાજધાની માટે ઈન્ડાનેશિયાઈ સરકાર પ્રાઈવેટ સેક્ટરમાં પણ સમજોતો કરી શકે છે જેનાથી ખર્ચો પમ ઓછો થશે

કાલિમંતનમાં રાજધાની બનતા તે વિસ્તારનો વિકાસ થશે, ખાદ્ય સુરક્ષામાં વધારો થશે