Site icon Revoi.in

વર્લ્ડકપમાં ધોનીની ભૂમિકા ભારત માટે ઘણી મહત્વની રહેશે: સુનીલ ગાવસ્કર

Social Share

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે વર્લ્ડકપમાં ભારતના અભિયાનમાં મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા ઘણી મહત્વની રહેશે અને તેમણે એમ પણ કહ્યું છે કે આ તેમની રમતની સમજ સુધી જ સીમિત નથી. ધોનીએ આઇપીએલના હાલના સત્રમાં 11 મેચોમાં 358 રન કર્યા છે. ગાવસ્કરનું માનવું છે કે 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ધોની મોટો સ્કોર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

તેમણે કહ્યું, “અમારી પાસે ટોચના ક્રમમાં ત્રણ શ્રેષ્ઠ બેટ્સમેન છે. જો તેઓ ન ચાલી શક્યા તો ધોની ચોથા કે પાંચમા નંબર પર મોટું અંતર પેદા કરશે.” ગાવસ્કર શ્રી સત્યસાંઈ સંજીવની આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડકેર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ સમાજના આર્થિક અને સામાજિક રીતે વંચિત વસ્તીના 34 બાળકોના હૃદયના ઓપરેશનનો ખર્ચો ઉઠાવશે.  

ગાવસ્કરે કહ્યું, ‘અમે ધોનીની વિકેટકીપિંગ કાબેલિયત જોઈ પરંતુ વિકેટની બરાબર પાછળથી તેઓ સ્પિનર્સ અને અન્ય બોલર્સને જણાવે છે કે બોલ ક્યાં નાખવાનો છે અને તે પ્રમાણે કેવી રીતે ફિલ્ડ લગાવવાની છે.’