Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો RBIને આદેશ, બેંકોના ઇન્સ્પેક્શન રિપોર્ટનો RTI હેઠળ ખુલાસો કરે

Social Share

સુપ્રીમ કોર્ટે એક આરટીઆઇ હેઠળ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ને બેંકોના ઇન્સ્પેક્શન રિપોર્ટ વિશે સૂચનાનો ખુલાસો કરવાના નિર્દેશ કર્યા છે. કોર્ટે આરબીઆઇને આરટીઆઇ હેઠળ સૂચના આપવામાં વિઘ્નરૂપ બનતી તેમની નીતિઓને બદલવા માટે જણાવ્યું છે. કોર્ટે માન્યું કે આ નીતિ ડિસેમ્બર 2015માં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું હતું કે RBI બેંકોના તપાસ રિપોર્ટને આરટીઆઇ હેઠળ ઉપલબ્ધ કરાવવા માટે ના પાડી શકે નહીં.

રિઝર્વ બેંક ફસાયેલી લોનના દેવાદારોની લિસ્ટની વિગતો ગુપ્ત રાખી શકે નહીં. બેંકે આરટીઆઇમાં તેનો ખુલાસો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે બેંકને આરટીઆઇમાં એવા લોકોનો એન્યુઅલ ઇન્સ્પેક્શન રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો અને રિપોર્ટનો ખુલાસો કરવા પર રોકની નીતિને પાછી ખેંચવા માટે જણાવ્યું. કોર્ટે બેંકને સૂચનાનો ખુલાસો કરવાનો છેલ્લો મોકો આપ્યો.

કોર્ટે આરબીઆઇને એમપણ કહ્યું કે ભવિષ્યમાં આરટીઆઇના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતાથી લેવામાં આવશે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ એમ.આર. શાહની બેંચે રિઝર્વ બેંકને ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશની હવે અવહેલના થવા પર ગંભીર અવમાનના કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે આરટીઆઇ હેઠળ બેંકોની એન્યુઅલ ઇન્સ્પેક્શન રિપોર્ટનો ખુલાસો ન કરવા માટે આરબીઆઇને અવમાનના નોટિસ જાહેર કરી હતી.