Site icon Revoi.in

સરકારને મળી સ્વિસ બેંકના ખાતાધારકોની યાદી, બેનકાબ થશે કાળા ધનના કુબેર

Social Share

વિદેશી ધરતી પરથી કાળા ધનની જાણકારી મળવાના મામલામાં મોદી સરકારને મોટી સફળતા મળી છે. સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારના બેંક ખાતા સાથે જોડાયેલી પહેલી જાણકારી સોંપી દીધી છે. સ્વિટ્ઝરલેન્ડ તરફથી સ્વિસ બેંકમાં ખોલવામાં આવેલા ભારતીય બેંક એકાઉન્ટોની જાણકારી સરકારને સોંપી દેવામાં આવી છે. ભારત કેટલાક પસંદગીના દેશોમાંથી એક છે કે જેમને આ જાણકારી મળી રહી છે.

સ્વિટ્ઝરલેન્ડના ટેક્સ વિભાગ પ્રમાણે, આના પછી ભારત સરકારને આગામી જાણકારી 2020માં સોંપવામાં આવશે. જાણકારી પ્રમાણે, સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયાના 75 દેશોના લગભગ 31 લાખ ખાતા છે, જે રડાર પર છે. તેમા ભારતના પણ ઘણાં ખાતા સામેલ છે.

સ્વિટ્ઝરલેન્ડની સરકાર પાસેથી જાણકારી મળ્યા બાદ સરકારના સૂત્રોનું કહેવું છે કે જે જાણકારી મળી છે, તેમા તમામ ખાતા ગેરકાયદેસર નથી. સરકારી એજન્સીઓ હવે આ મામલામાં તપાસ શરૂ કરશે, તેમા ખાતાધરકોના નામ, તેમના ખાતાની જાણકારી એકઠી કરવામાં આવશે અને કાયદાના હિસાબથી કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશમાં જમા કાળું ધન પાછું ભારત લાવવાનો વાયદો મોદી સરકાર મોટો મુદ્દો રહ્યો છે. પછી ચાહે તે 2014ની ચૂંટણી હોય અથવા તો પછી 2019ની ચૂંટણી, જાણકારી એકઠી કરવા માટે સરકાર તરફથી સતત સ્વિટ્ઝરલેન્ડની સરકાર સાથે સંપર્ક પણ કરાઈ રહ્યો હતો. હવે કાળા ધનની વિરુદ્ધ આ લડાઈમાં મોદી સરકારને હાલ સફળતા મળી રહી છે.

આ પહેલા જૂન-2019માં સ્વિસ નેશનલ બેંકની તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્વિસ બેંકમાં ભારતીયો દ્વારા જમા રકમમાં ઘટાડો થયો છે. 2018ના આંકડા પ્રમાણે, ભારતીયોને હવે 6757 કરોડ રૂપિયા જ સ્વિસ બેંકોમાં જમા છે. જો કે આમાથી કેટલા કાળા નાણાં છે અને કેટલા નથી, તેની જાણકારી સ્વિસ બેંકોની તરફથી આપવામાં આવી નથી.

ગત રિપોર્ટમાં પણ આ મામલો સામે આવ્યો હતો કે સ્વિટ્ઝરલેન્ડ દ્વારા ભારતને સોંપવામાં આવેલી જાણકારીમાં એટલી તો માહિતી છે કે ત્યાં બેંકોમાં નાણાં રાખનારાઓની વિરુદ્ધ મજબૂત કેસ તૈયાર કરી શકાય. સ્વિટ્ઝરલેન્ડની સરકાર તરફથી દરેક એ ખાતામાં લેણદેણનું સંપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું હતું, જે 2018માં એકપણ દિવસ સક્રીય થઈ રહ્યા હોય.