Site icon Revoi.in

તેલંગાણામાં માટી ધસી પડતા મનરેગા યોજના હેઠળ કામ કરી રહેલી 10 મહિલાઓના મોત, એક ઈજાગ્રસ્ત

Social Share

તેલંગાણાના તિલેરુ ગામમાં માટી ધસી પડવાથી દશ મહિલાઓના મૃત્યુ નીપજવાની અરેરાટીપૂર્ણ ઘટના બની છે. આ તમામ મહિલાઓ મનરેગા યોજના હેઠળ કામ કરી રહી હતી.

આ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાઓના મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.

તેલંગાણાના તિલેરુ ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી અધિનિયમ એટલે કે મનરેગા હેઠળ કામગીરી ચાલી રહી હતી. બુધવારે બપોરે જે સમયે મજૂરો ગામમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક અહીં માટી ધસી ગઈ હતી અને ઘણી મહિલાઓ તેની ઝપટમાં આવી ગઈ હતી. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને માટી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

પોલીસના ઉચ્ચાધિકારીઓ પ્રમાણે માટીમાં દબાયેલા મજૂરોને બહાર કાઢીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ દશ મહિલાઓને મૃત ઘોષિત કરી છે. ઘાયલ મજૂરોની સારવાર ચાલી રહી છે. પોલીસ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.