Site icon Revoi.in

વોટ્સએપની ટક્કરમાં ટેલિગ્રામ લાવ્યું આ ફીચર

Social Share

ટેલિગ્રામમાં વીડિયો કૉલિંગ સપોર્ટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ તેને એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ માટે લોન્ચ કર્યુ છે. ટેલિગ્રામએ પોતાની 7મી એનિવર્સરી સેલિબ્રેટ કરી અને આ દરમિયાન કંપનીએ વીડિયો કૉલિંગ ફીચર લૉન્ચ કર્યુ છે. કંપનીએ કહ્યું કે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનની જરૂર વધતી જઇ રહી છે અને તેના માટે જ તેને લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.

ટેલિગ્રામ અનુસાર વીડિયો કૉલિંગનું ફીચર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે અને યુઝર્સ તેને વેરિફાય પણ કરી શકે છે. વેરિફાય કરવાની રીત તેવી જ હશે જેવી નોર્મલ ટેલિગ્રામ કૉલિંગ પર થાય છે. બંને તરફના લોકો ઇમોજી મેળવીને તે વેરિફાય કરી શકે છે કે કૉલિંગ સિક્યોર થઇ રહી છે.વીડિયો કૉલ્સમાં પિક્ચર ઇન પિક્ચર મોડ પણ આપવામાં આવ્યો છે. એટલે કે વીડિયો કૉલિંગ કરતી વખતે મલ્ટી ટાસ્કિંગ પણ કરી શકે છે. જેમ કે વીડિયો કૉલિંગ સાથે કોઇ અન્ય મેસેજનો રિપ્લાય પણ કરી શકાશે.

ટેલિગ્રામનું આ વીડિયો કૉલિંગ હાલ વન ઓન વન છે એટલે કે તમે કોઇ એક જ સાથે વીડિયો કૉલ કરી શકશો. ગ્રુપ વીડિયો કૉલિંગનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. જો કે કંપનીએ તે પણ ક્લિયર કરી દીધું છે કે આવનારા મહિનાઓમાં કંપની ગ્રુપ વીડિયો કૉલ પણ લઇને આવશે.

_Devanshi