Site icon Revoi.in

પુલવામા એટેકનું દિલ્હી કનેક્શન? જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જાદની ધરપકડ

Social Share

દિલ્હી પોલીસને આજે એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ સજ્જાદ છે અને તે જમ્મુ-કાશ્મીરના પુલવામાનો વતની છે. સજ્જાદને ગુરુવારે રાત્રે લાજપતરાય માર્કેટ નજીકથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે સજ્જાદ જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર છે.

સૂત્રોનું કહેવું છે કે સજ્જાદના તાર પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ સાથે જોડાયેલા હોવાની સંભાવના છે. સજ્જાદને પુલવામા એટેકના માસ્ટરમાઈન્ડ મુદસ્સિરનો નિકટવર્તી માનવામાં આવે છે.

મુદસ્સિરને આ મહીને સુરક્ષાદળોએ ઠાર કર્યો હતો. પુલવામા એટેકથી પહેલા સજ્જાદ દિલ્હી આવ્યો હતો. મુદસ્સિરને સજ્જાદે દિલ્હીમાં સ્લીપર સેલ સ્થાપિત કરવાની જવાબદારી સોંપી હતી. હાલ પોલીસે સજ્જાદની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી છે.