Site icon Revoi.in

તાલિબાનના કુખ્યાત આંતકવાદીનો પહેલી વખત ચહેરો સામે આવ્યો- ફોટો થયો વાયરલ

Social Share

દિલ્હી – તાલીબાનીઓ કે જેઓ આતંકવાદ માટે વિશ્વભરમામં જાણીતા છે જેનામા કેટલાક ચહેરાઓ આતંકવાદનો પાયો છે ત્યારે હવે નવી તાલિબાન સરકારની અધિકૃત ચેનલો પર પ્રથમ વખત યુએસ દ્વારા નામિત કરેલા આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીનો ચહેરો  સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે  સિરાજુદ્દીન હક્કાનીનું નામ સમગ્ર વિશઅવના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. આ ફોટો અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ટ્વીટ કર્યો છે. આ મોસ્ટ વોન્ટેડ તાલિબાન નેતાનો પહેલી જ લખત ચહેરો સામે આવ્યો છે જેમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

અફઘાનિસ્તાનની નવી તાલિબાન સરકારમાં કાર્યકારી એવા ગૃહમંત્રી શનિવારે પ્રથમ વખત જાહેરમાં  સામે આવીને કહ્યું કે દેશમાં પોલીસ સુરક્ષામાં ચૂક કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાલિબાન દ્વારા દેશ પર કબજો મેળવ્યા બાદ સુરક્ષા દળો દ્વારા સત્તાના દુરુપયોગની સતત ફરિયાદો વચ્ચે તેમનું નિવેદન આવ્યું છે.

ઉલ્લેખનીય છએ કે વિતેલા વર્ષે આ તહેરો સામે આવ્યો હતો જો કે તેમાં તે સ્પષ્ટ પણ જોઈ શકાતો નહોતો જ્યારે આ પ્રથમ વખત છે કે એસિરાજુદ્દીન હક્કાનીના નેતાનો ચહેરો સાફ જોવા મળ્યો હતો. હક્કાનીનો આ ફોટો શનિવારે લેવામાં આવ્યો હતો જ્યારે તે દેશમાં તાલિબાનનું શાસન હતું ત્યારથી પોલીસ પ્રશિક્ષણ પૂર્ણ કરનાર પ્રથમ બેચના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.

Exit mobile version