Site icon Revoi.in

ભારતની વિરાંગનાઓ ભાગ-8:પ્રથમ ભોતિકશાસ્ત્રી મહિલા ‘બિભા ચૌઘરી’ જેણે વિક્રમ સારાભાઈ સાથે કર્યું હતું કામ

Social Share

સાહિન મુલતાની

ભૌતિકશાસ્ત્રના મહાન લોકો સાથે કામ કરવા છતાં તેઓની ગણના ન થઈ,અને તેઓ અનસંગ હીરો જ બનીને રહી ગયા,તે હીરો એટલે બિભા ચૌધરી,થોડાક જ એવા ભારતીયો હશે જે બિભા ચોઘરીને જાણતા હશે,તેમણે ભારતમાં પ્રારંભિક પરમાણું ભૌતિકશાસ્ત્ર અને કોસ્મિક કિરણોનો અને તેના ઇતિહાસમાં હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઇ, એમ.જી.કે.મેનન જેવા મહાન માણસોથી ભરેલા બેંગલોરની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાઈન્સ , ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ મુબંઈ, અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીથી કામની શરુઆત કરી હતી.

બિભાએ મુંબઈ અને અમદાવાદમાં સારાભાઈ અને મેનન સાથે કામ કર્યું હોવા છતાં તેમનો ક્યાય ઉલ્લેખ નથી, બિભાના 1913- 1919ના સમયના કાર્ય અને યોગદાન વિશે કદાચ કોઈ જાણતું હશે કે, તેમણે ભાભા અને સારાભાઇ સાથે અનુક્રમે TIFR અને પીઆરએલમાં કામ કર્યું હતું,સાથે નોબેલ વિજેતા ભૌતિકશાસ્ત્રી પીએમએસ બ્લેકકેટ સાથે પણ કામ કર્યું,જે સ્વતંત્ર ભારતના વડા પ્રધાન નેહરુના વૈજ્ઞાનિક સલાહકાર હતા.આટલી બઘી મહાન હસ્તીઓ સાથે સંશોધન કાર્યમાં ભાગ લીધો છતા પણ તેમની ગણના ક્યાય નથી.

એમ.જી.કે.કે મેનનના નેતૃત્વમાં કોલર ગોલ્ડ ફીલ્ડ્સમાં કરાયેલ એક્સપ્રિમેન્ટ પ્રોટોન ડીકેમાં બિભાએ ભાગ લીધો હતો.દાયકાઓ સુધી ફિઝિક્સમાં લાંબી કારકિર્દી દરમિયાન બિભાએ કરેલા સંશોઘનો ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા હતા.આજીવન સંશોધનકાર રહ્યા,તેમના દ્રારા છેલ્લું રિસર્ચ પેપર 1990મા ઇન્ડિયન જર્નલ ઓફ ફિઝિક્સ કે જે,તેમના નિધન થયાના એક વર્ષ પહેલા પ્રકાશિત થયું હતુ.

દેશ-વિદેશમાં સંશોધનું કામ કર્યું છતાં કોઈ ઈનામ કે ફેલોશીપ ભોતિકશાસ્ત્રી વિભાગ તરફથી નહોતી અપાઈ.ત્યારે ભારતમા બે પ્રખ્યાત મહાન ઈતિહાસકારો કે,જેમનું નામ રાજીન્દર સિંહ અને સુપ્રકાશ રોય તેમણે,-‘A jewel unearthed: Bibha Chowdhuri નામનું પુસ્તક લખ્યું,અને તેમણે તેમાં સવાલ ઉઠાવ્યો કે,શું બિભા ચૌધરી એક મહિલા હતા એટલે તેમને ફેલોશિપ માટે સિલેક્ટ નહોતા કર્યા?,તેમણે ત્રણ મોટા સંશોધનો ભારતમાં અને ભારતની બહાર કર્યા છતાં અનસંગ હિરો બની રહ્યા.સામાન્ય રીતે જેણે તણ કે ચાર રિસર્ચ પેપર પર સંશોઘન કર્યું હોય તેને ફેલોશિપ આપવામાં આવે.“અહીં તે મહિલા હોવાનો અર્થ એ કે,તેમનું કાર્ય ઉચ્ચ ગુણવત્તાનું હતું તો પણ ત્રણ-ત્રણ સાયન્સ એકેડેમીમાંથી કોઈએ તેમને ફેલોશિપ ન આપી.

જર્મનીની ઓલ્ડનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર રાજિન્દર સિંહે ઈન્ડિયા સાયન્સ વાયરને જણાવ્યું હતું કે, કેજીએફમાં કોસ્મિક-રે સંશોધન પરના લેખનમાં બિભાનું ક્યાંય નામ નથી.લોકોના કહેવા પ્રમાણે સી.વી.રમનાના પુસ્તકમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેઓએ ખુબજ નબળી પ્રયોગશાળામાં અનેક સાધનોના અભાવમાં સંશોધન કરી નોબેલ વિજેતા પુરસ્કારનું કામ કર્યું છે,પરંતુ રાજિન્દર કે જેઓ સત્ય પર લખતા હતા તેમણે સી.વી.રમનની આ વાતનો પણ પર્દાફાશ કરતા કહ્યું,તેમણે અનેક સગવડોમાં જ સંશોધનો કર્યા છે.ખરા અર્થમાં જો કહીએ તો બિભાએ સંશોઘન કરીને નોબેલ વિજેતાનું કામ કર્યું છતા લોકો દ્રારા ગણના ન થઈ.

વિજ્ઞાન એકેડમી સભ્યપદ માટે બિભાના નામાંકન અંગે સિંહે કહ્યું હતું કે“દર વર્ષે સેંકડો વ્યક્તિઓ નામાંકિત થાય છે અને એકેડેમી સામાન્ય રીતે આ માહિતી પ્રકાશિત કરતી નથી.તેથી તે કહેવું મુશ્કેલ છે કે બિભાને નામાંકિત કરવામાં આવી હતી અને તેનું નામ નામંજૂર કરવામાં આવ્યું હતું, “પુસ્તક દર્શાવે છે કે,ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના માત્ર 3.3 ટકા ફેલો ભૌતિકશાસ્ત્રમાં 2012 સુધી મહિલાઓ હતી. બેંગ્લોર સ્થિત ઈન્ડિયન સાયન્સ એકેડેમી દ્વારા પ્રકાશિત વિક્ટોરિયનથી આજના સમયના ભારતીય મહિલા પર વૈજ્ઞાનિકો પુસ્તકમાં પણ બિભાનોં ઉલ્લેખ નથી.

કોલકાતા યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં 1934-36ની બેચમાં 24 વિદ્યાર્થીઓના એમએસસી ફિઝિક્સના વર્ગમાં બિભા એકમાત્ર મહિલા હતા.અનુસ્નાતક થયા પછી તે,ડી.એમ.બોઝ સાથે સંશોધન વિભાગમાં જોડાયા, જે ભૌતિકશાસ્ત્રના સિનિયર પ્રોફેસર હતા.બોઝ ત્યાર પછી આ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે નિમાયા,ત્યાર બાદ તેમણે ઘણા વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પસંદ કર્યા જેમાના એક બિભા હતા.

બોઝ ઇન્સ્ટિટ્યૂટમાં બિભાએ ફોટોગ્રાફિક પ્લેટોનો ઉપયોગ કરીને મેસન્સની શોધ કરવાનું કામ કર્યું અને 1938-42 વચ્ચે ડીએમ બોઝ સાથે નેચર પર સતત ત્રણ રિસર્ચ પેપરો પ્રકાશિત કર્યા.તે સમયે  યુદ્ધ થતા પ્લેટોની અછતના કારણે આગળ કામ ન કરી શક્યા,એ જ કારણે બિભાએ પીએચડી માટે યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર જવાનું પસંદ કર્યું .તેમણે 1945મા ચાર વર્ષ પછી ભૌતિકશાસ્ત્રમાં નોબેલ જીતનારા,પી એમ એસ બ્લેકકેટની કોસ્મિક રે રિસર્ચ લેબોરેટરીમાં પ્રવેશ કર્યો.બિભાનો ડોક્ટરલ થિસિસનો વિષય હતો-“એક્સટેન્સિવ એર સાવર્સ અસોસિએટેડ વિથ પેનિટ્રેટિન્ગ પાર્ટીકલ્સ”

ભાભા પણ એજ કોસ્મિક રે ક્ષેત્રમાં હતા જેમાં બિભાએ થિસિસ લખ્યા હતા માટે ભાભાએ બિભાને TIFRમા ભરતી કરી.વર્ષ 1949મા આ કામ કરનારી બિભા પ્રથમ મહિલા સંશોધનકાર હતી જે 1957 સુધી ત્યાં રહી.એમ.જી.કે.મેનન અને યશ પાલ TIFRમાં બિભાના સમયે જ કે-મેશન્શ પર કામ કરતા હતા,ત્યાર બાદ બિભા આ બન્ને મહાનુભવો સાથે ઈટલીના પીસામાં વર્ષ 1955મા ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ ઓન એલિમેન્ટ્રીમાં ભાગ લે છે.

1960માં બિભા કેજીએફ પ્રોજેક્ટમાં જોડાયા અને પીઆરએલમાં આવ્યા પછી તેમણે રાજસ્થાનમાં બીજો પ્રયોગ કરવાની માંગ કરી.તે radio frequency emissions associated with extensive air showers વિષય હતો.પરંતુ પીઆરએલના ડિરેક્ટર સારાભાઇના મૃત્યુ પછી સંશોધન કાર્યક્રમની દિશા બદલાતા પીઆરએલે પ્રયોગની મંજૂરી ન આપતા બિભાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ કલકત્તા શૈક્ષણિક અને સંશોધનના કાર્ય માટે ચાલ્યા ગયા.

પીઆરએલમાં માન્યતા માટે ના પાડવામાં આવી, સિંહ જણાવ્યુ કે,’પ્રમોશનમાં તેમની અવગણના થઈ તે અંગે મારા પાસે જવાબ નથી, પરંતુ ભેદભાવના પરોક્ષ પુરાવા છે.’પુસ્તક કહે છે કે, ભારતીય ભૌતિકશાસ્ત્રીઓ બોઝ,સારા ભાઈ,મેનન,ભાભા જેવા મહાન લોકો સાથે કામ કર્યુ હોવા છતા બિભાની કોઈ જગ્યાએ ગણતરી નથી કારણ કે કદાચ તે મહિલા હતી.



વાંચો આ શ્રેણીના બીજા લેખઃ-

1 https://www.revoi.in/read-in-the-history-page-the-brave-abbaka-chowta-who-defeated-the-portuguese/

2 https://www.revoi.in/razia-sultan-the-first-muslim-ruler-of-delhi-sultanate/

3 https://www.revoi.in/the-queen-durgavati-who-killed-herself-but-didnt-allow-akbar-to-over-power-her/

4 https://www.revoi.in/partisans-of-india-part-3-the-rani-tarabai-of-the-maratha-empire-who-aurangzeb-confronts/

5 https://www.revoi.in/18th-century-development-finger-queen-ahilyabai/

6 https://www.revoi.in/queen-zalkari-bais-sacrifice/