Site icon Revoi.in

પંડિત જસરાજજીએ કહ્યું દૂનિયાને અલવિદા, તેમના નજીકના જાણીતા સભ્યએ આપી જાણકારી

Social Share

અમદાવાદ:  સંગીતની દૂનિયામાં મોટું નામ એવા પંડિત જસરાજજીએ આજે સાંજે સાડા પાંચ વાગ્યે દુનિયાને અલવિદા કહી દીધું છે. આ વાત પંડિત જસરાજજીની નજીકના સભ્ય કહેવાતા ભાગ્યેશ વી ઝાએ આપી છે.

ભાગ્યેશ વી ઝાએ પોતાના સોશ્યલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કરતા જણાવ્યું કે હમણા  સાંજે 5.30 વાગે તેમની સુપુત્રીનો ફોન આવ્યો અને પંડિત જસરાજજી હવે આ દુનિયામાં નથી તેવા દુખદ સમાચાર આપ્યા. પંડિત જસરાજજીનું અમેરિકામાં 90 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા અવસાન થયું છે.

પંડિત જસરાજજીએ સંગીતની દુનિયામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે અને સંગીત ક્ષેત્રે મહેનતથી પોતાનું નામ બનાવ્યું હતુ. હાલ આ પંડિત જસરાજજીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો લાગ્યો હશે અને સંગીતની દુનિયામાં પણ શોકનું મોઝુ ફરી વળ્યું છે.

ભાગ્યેશ વી ઝાએ જણાવ્યું કે તેઓ હંમેશા લોકોની લાગણી અને ખબર અંતર પુછતા હતા અને તેમના ચાહકો માટે આ ખુબ દુખમય સમય છે. આવા મહાન સંગીત કલાકારની ચીર વિદાય બાદ રિવોઈ પરિવાર તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને કપરો સમય સહન કરવાની તાકાત મળે તે માટે પ્રાથના કરે છે.