Site icon Revoi.in

ભારત સરકારનું ચીન સામે સખ્ત વલણ-સરકારી કોન્ટ્રાક્ટને લઈને નવા નિયમો લાગું કરાયા

Social Share

ભારત સરકાર દ્રારા ગુરુવારના રોજ સરકારી કોન્ટ્રેક્ટને લઈને પાડોશી દેશો સાથેના નિયમો પર સખ્ત વલણ અપનાવવામાં આવ્યું છે,આ નવા નિયમો મુજબ સરકારી કોન્ટ્રેક્ટ માટે હવે પાડોશી દેશના બિડર્સ એ પહેલા નોંધણી કરાવવાની રહેશે, તે સાથે જ  હવે ભારત સરકારના આ ખાસ નિર્ણયને લઈને ચીનનો પ્રતિકાર કરવામાં આવી રહ્યો છે.

ભારત સરકાર તરફથી રજુ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,”ભારતની રક્ષા અને સુરક્ષાને મજબુત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે,ભારતીની સરહદ ચીન,પાકિસ્તાન,બાંગલાદેશ અને મ્યાનમાર,નેપાળ અને ભૂટાનને અડીને આવેલી છે,જો કે સરકાર દ્રારા રજુ કારાયેલ બયાનમાં કોઈ પણ દેશના નામનો ઉલ્લેખ કરાયો નથી”

સરકાર દ્રારા રજુ કરવામાં આવેલા નિવેદન મુજબ,ભારતની સીમા સાથે અડીને આવેલા દેશોના બિડર્સ  હવે કોઈ પણ પ્રરકારની ચીજ-વસ્તુઓની બોલી ત્યારે જ લગાવી શકશે  કે જ્યારે તેઓ પહેલાથી જ  કોઈ પણ પ્રકારની ઓથોરિટી સાથે નોંધણી કરાવેલી હશે,તે સિવાય વિદેશ મંત્રાલય અને ગૃમંત્રાલય પાસેથી સુરક્ષા સ્તેર પરવાનગી લેવાની પણ અનિવાર્ય રહેશે,જો કે આ સમગ્ર બાબતે હજી સુધી દિલ્હી સ્થિત ચીની દુતાવાસ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અપ્રિલ મહિનામાં પ્રત્યેક્ષ વિદેશી રોકારણકારોને લઈને પણ દેશની સરકારે આ પ્રકારના નિર્ણયો જાહેર કર્યા હતા,કોરોના સંકટમાં નબળી પડી રહેલી ભારતીય કંપનીઓના અધિગ્રહણીઈ ચીનની કંપનીઓને રોકવા માટે એફડીઆઈના નિયમોને સખ્ત કર્યા હતા,ભારત એ તે સમયે પણ ચીનના નામનો ક્યાંય ઉલ્લેખ નહોતો કર્યો,પરંતુ ભારતમાં વેપારી  નફા સાથે જોડાયેલા ચીન તરફથી તેજ પ્રતિક્રીયા આપવામાં આવી હતી,ચીન દ્રારા તેને નીતિગત ભેદભાવનો કરાર આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લદ્દાખ સીમા વિવાદ બાદ ચીની કંપનીઓ એ સતત વિરોધનો સામનો કરવો પડ્યો છે,તે સાથે જ ભારત એ તેમની 59 એપ્સ પર પ્રતિબંધ પણ લગાવ્યો છે,ગુરુવારની મોડી રાતે રજુ કરવામાં આવેલા આદેશમાં સરકારે કહ્યું કે,”આ દરેક પ્રતિબંધ સરકારી બેંક,નાણકિય સંસ્થાઓ અને સરકારી એન્ટરપ્રાઈઝ તરફથી રજુ કરવામાં આવેલા ટેન્ડર્સ પર લાગુ કરાશે”

ચીનની કંપનીઓને કાયદાકીય રીતે પરવાનગી આપનારી ભારતીય લો ફર્મ લિંક લીગલના સહ ભાગીદારી સંતોષ પાઈ એ આ સમગ્ર બાબતે કહ્યું હતું કે,”આ તો થવાનું જ હતું,કારણ કે ચીનને સખ્ત મેસેજ આપવા માટે ભારત સરકાર પાસે ટેન્ડર સૌથી મોટૂ હથિયાર હતું”

ત્યારે દેશની સરકારે આ બાબતે કહ્યું કે,કોરોના વાયરસની રોકથામ માટે મેડિકલ સેવાઓની વસ્તુની ખરીદીને 31 ડિસેમ્બર 2020 સુધી આ નવા નિયમોથી બાકાત રખાશે.

સાહીન-