Site icon Revoi.in

વિતેલા દિવસની તુલનામાં કેસની સંખ્યા ઘટી – છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 3,324 નવા કેસો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોચી છે, કોરોનાની ત્ર્જી લહેર નબળી પડતાની સાથે જ દેશની રાજધાની દિલ્હી સહીતના રાજ્યોમાં કોરોનાનો કહેર ફરી વધ્યો છે ત્યારે આવી સ્થિતિમાં દૈનિક નોંધાતા કેસોની સંખઅયા વધતી જોવા મળી રહી છે જો કે વિતેલા દિવસની સરખામણીમાં કોરોનાના કેસની સંખઅયા ઘટી છે

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાચ કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન, દેશમાં 3,324 નવા કેસ નોંધાયા છે. જોકે, ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસ 10 ટકા ઓછા નોંધાયા હતા.

જો એક્ટિવ કેસોની વાત કરીએ તો દેશભરમાં  કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 19 હજાર 92 જોવા મળી રહી છે. શનિવારે આરોગ્ય મંત્રાલયના ડેટાપ્રમાણે , છેલ્લા 24 કલાકમાં  3,688 નવા કેસ નોંધાયા છે.જો કે આજે ા કેસની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 કોરોના દર્દીઓના પણ મોત થયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5 લાખ 23 હજાર 843 થઈ ગયો છે. તે જ સમયે, રિકવરી રેટ હવે 98.74  ટકા જોવા મળ્યો છે.આ સાથે જ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે જો  છેલ્લા 24 કલાકમાં કુલ 2 હજાર 876 દર્દીઓ સાજા થયા છે