Site icon Revoi.in

આવતીકાલે રાજકોટ સહીત છ નગરોમાં મનપાની ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ

Social Share

રાજકોટ, અમદાવાદ,જામનગર, ભાવનગર, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ હવે 23 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે મતગણતરી થવાની છે.સવારે 8 વાગ્યાથી રાજ્યના જે તે મહાનગરપાલિકા વિસ્તારમાં મતગણતરીનો પ્રારંભ થશે. અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

હાલ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનું સાશન છે. અને તે જળવાઈ રહેશે તેવો ભાજપ દ્વારા દાવો કરવામાં આવે છે, તો કોંગ્રેસને પણ સત્તા મળવાની આશા છે. આ સાથે આમ આદમી પાર્ટી પણ  રાજકોટ સહિતની મહાનગરપાલિકામાં પોતાનું ખાતુ ખુલશે તેવા દાવા કરે છે. કોના દાવા સાચા છે અને કોના પોકળ છે. તેનો અંદાજ આવતીકાલે બપોરે મળી જશે.

રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

રાજકોટમાં આવતીકાલે 6 સ્થળોએ મત ગણતરી થશે. વોર્ડ 1 થી ૩ માતુશ્રી વીરબાઈ મહિલા કોલેજ, વોર્ડ 4 થી 6 ચૌધરી હાઈસ્કૂલ, વોર્ડ 7 થી 9 વિરાણી હાઈસ્કૂલ, વોર્ડ 10 થી 12 એ.વી.પારેખ ઇન્સ્ટિટ્યૂટ, વોર્ડ 13 થી 15 પી.ડી. માલવિયા કોલેજ અને વોર્ડ 16 થી 18 રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

રાજકોટના કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 10 લાખ 93 હજાર જેટલી છે.જેમાં 5,67,001 પુરુષ અને 5,26,970 મહિલાઓ છે.10 લાખ 93 હજાર મતદારોમાંથી 3,09,254 મહિલા અને 2,45,609 પુરુષ સહિત કુલ 5,54,863 મતદારોએ પોતાનો મતાધિકાર ભોગવ્યો છે. કુલ મતદાન 50.72 ટકા થયું છે. તેમાં મહિલાઓનું 46.61 અને પુરુષોનું 54.54 ટકા રહ્યું છે.

-દેવાંશી