Site icon Revoi.in

અયોધ્યામાં દિવાળીની તૈયારી – દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે ‘એક દિયા મેરા ભી’ અભિયાન

Social Share

અયોધ્યા: રામનગરીમાં યોજાનાર ચોથો દિવ્ય દીપોત્સવ અયોધ્યા માટે ખુબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવનાર એક લાખ દીપ દીપોત્સવની રોશની અને ગરિમાને ચાર ચાંદ લગાવશે. આ દીપ અયોધ્યામાં ‘એક દિયા મેરા ભી’ અભિયાન અંતર્ગત એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ માટે એક એફએમ ચેનલે પણ અભિયાન ચલાવ્યું હતું. હવે મહાનગરપાલિકા આ દીપ પ્રગટાવવાની વ્યવસ્થા કરશે. દેશના પસંદગીના રેડિયો જોકી પણ રામનગરીમાં આવીને દીપ પ્રગટાવવામાં તેમનો સહયોગ આપશે.

અયોધ્યામાં 13 નવેમ્બરના રોજ યોજાનારા દીપોત્સવને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા મ્યુનિસિપલ વહીવટી તંત્ર સતત પ્રયાસ કરી રહી છે. ‘એક દિયા મેરા ભી’ અભિયાન અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ સહિત આઠ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 70 હજાર દીપ એકત્રિત કરવામાં આવ્યા છે.

ઈન્દોર, જયપુર, નાગપુર, અમદાવાદ, ગાઝિયાબાદ, દહેરાદૂન, મુંબઇ, ચેન્નાઈ સહિત અનેક મહાનગરોના લોકોએ દીપ મોકલવામાં ભારે રસ દાખવ્યો છે. 11 નંબર સુધીના આ દીપોની સંખ્યા એક લાખ સુધી જઈ શકે છે. આ બધા દીપને દીપોત્સવમાં રામ કી પૈડી પર પ્રગટાવવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઘાટની પસંદગી કરવામાં આવી છે. આ વખતે અયોધ્યામાં સાડા પાંચ લાખ દીપ પ્રગટાવવાની યોજના છે.

રામ મંદિરની તરફેણમાં સુપ્રીમ ચુકાદાની પહેલી વર્ષગાંઠ પર,સરયુ તટથી લઈને મઠ-મંદિર સુધી ભક્તોની કતારો લાગી રહી. શ્રી રામ જન્મભૂમિ,રામ કી પૈડી,સરયુ ઘાટ અને રામકથા પાર્કમાં દીપોત્સવને લઈને પણ ઉત્તેજના જોવા મળી હતી. લોકો મંદિરના નિર્માણની સાથો- સાથ અયોધ્યાના વિકાસને લઈને ઉત્સાહિત છે.

_Devanshi