Site icon Revoi.in

ચીન સાથે સંપૂર્ણપણે સંબંધો તોડવાની તૈયારીમાં ટિકટોક, હવે આ દેશમાં બનાવી શકે છે મુખ્ય મથક

Social Share

ભારતે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે અન્ય દેશો પણ ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. જોકે, ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાંસ ચીન સાથેના તેના સંબંધોને સંપૂર્ણપણે તોડવાની તૈયારી કરી રહી છે. અહેવાલો મુજબ, બાઈટડાંસ લંડન સહિત વિશ્વના અન્ય ઘણા શહેરોમાં ટિકટોકનું મુખ્ય મથક બનાવવાની જગ્યા શોધી રહી છે. હાલમાં, કંપની આ માટે યુકે સરકાર સાથે વાતચીત કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કંપની અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી સંખ્યામાં લોકોને નોકરી પર રાખી રહી છે. સૂત્રનું કહેવું છે કે કંપની છેલ્લા ઘણા અઠવાડિયાથી અમેરિકા પર ફોકસ કરી રહી છે. આ ઉપરાંત તેમણે વોલ્ટ ડિઝનીના સહ-એક્ઝિક્યુટિવ કેવિન મેયરને કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. મેયર અમેરિકામાં રહે છે.

અમેરિકામાં ચાલી રહી છે કડક તપાસ

ચીન સાથેના સંબંધ હોવાને કારણે ટિકટોકને અમેરિકામાં કડક ચકાસણીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાને શંકા છે કે ચીન ટિકટોક ઉપર યુઝર્સનો ડેટા શેર કરવા માટે દબાણ લાવી શકે છે. એક અહેવાલમાં જણાવ્યું હતું કે લંડનમાં વૈશ્વિક મુખ્યાલયની રચના અંગે બ્રિટન સરકાર સાથે ટિકટોકની વાતચીત તૂટી ગઈ છે. જો કે, સૂત્રોનું કહેવું છે કે બ્રિટન સરકાર અને ટિકટોક વચ્ચે હજી વાતચીત ચાલી રહી છે. અને ટિકટોકે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(Devanshi)