Site icon Revoi.in

ફિરોઝાબાદ: રેલ પ્રશાસનને કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે એક નવી પહેલ કરી, ટીટીઇ પણ PPE કીટમાં જોવા મળશે

Social Share

ફિરોઝાબાદ: અત્યાર સુધી માત્ર ડોકટરો અને સફાઇ કર્મચારીઓને જ પી.પી.ઇ કીટ પહેરેલ જોવા મળ્યા પરંતુ હવે ટીટીઈ પણ ટ્રેનોમાં કિટ પહેરેલા જોવા મળશે. રેલ પ્રશાસને કોરોના ફેલાવાને રોકવા માટે હવે રેલ કર્મચારીઓને પી.પી.ઇ કીટ આપી છે. જેને પહેરીને હવે ટીટીઇ ચાલતી ટ્રેનમાં મુસાફરોની ટિકિટ ચેક કરશે. આ કીટ ટુંડલા ચેકીંગ સ્ટાફને મળી છે.

રેલ પ્રશાસનને કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે એક નવી પહેલ કરી છે. પ્રશાસને માત્ર ડોક્ટરોને જ નહીં પરંતુ તેના રેલ કર્મચારીઓને પણ પી.પી.ઇ કીટ આપી છે. હમણાં સુધી રેલ કર્મચારીઓએ માસ્કની મદદથી કોરોનાનું રક્ષણ કરીને ફરજ બજાવવી પડી હતી. રેલ કર્મચારીઓ માટે કોરોનાથી બચીને નોકરી કરવાનું ખુબ જ મુશ્કેલ થઇ ગયું હતું.

રેલ્વે પ્રશાસને 12 જૂનથી વિશેષ ટ્રેનોના સંચાલનને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ ઘણી ટ્રેનોનું સંચાલન શરૂ થઇ ચુક્યું છે . એવામાં પ્રશાસન રેલ કર્મચારીઓની સમસ્યાઓ ધ્યાનમાં રાખીને નિર્ણયને મંજૂરી આપી દીધી છે. હવે રેલ કર્મચારીઓને પી.પી.ઇ કીટ આપવામાં આવી રહી છે.

રેલવે સ્ટેશન પર વાણિજ્ય વિભાગમાં 250 થી વધુ ચેકિંગ સ્ટાફ છે. તેમાં મોટે ભાગે મુસાફરો સાથે વાતચીત કરવી પડે છે અને ટ્રેનો અને સ્ટેશનમાં નોકરી કરતી વખતે તેમની ટિકિટ ચેક કરવી પડે છે. એવામાં તેમના માટે કોરોનાનું જોખમ વધી શકે છે. આથી રેલવે પ્રશાસન દ્વારા ટુંડલાના ચેકીંગ સ્ટાફને પી.પી.ઇ કીટ આપવામાં આવી છે. આ કીટ પહેરીને ટ્રેનોમાં મુસાફરોની ટિકિટ ચેક કરવામાં આવશે.

રેલ કર્મચારીઓને પી.પી.ઇ. કીટ દ્વારા કોરોનાથી સુરક્ષિત કરવામાં આવશે અને તેના ફેલાવાને પણ અટકાવવામાં આવશે. હાલમાં તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સફળતા મળ્યા બાદ તેને આગળ વધારવામાં આવશે.

_Devanshi