Site icon Revoi.in

આતંકી હુમલા સંદર્ભે સાવચેતીના ભાગરૂપે મુસ્લિમ દેશ ટ્યૂનીશિયાએ બુરખા- નકાબ પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

તાજેતરમાં ટ્યૂનીશિયામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ અહીં નકાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ટ્યૂનીશિયાના પીએમ યૂસુફ ચાહેદના કાર્યાલય પ્રમાણે વડાપ્રધાન સરકારી નોટિફિકેશન પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં સરકારી પ્રશાસનિક કાર્યાલયો અને સરકારી સંસ્થાનોમાં કોઈપણ વ્યક્તિનું મોંઢુ ઢાંકીને આવવા પર સુરક્ષા કારણોથી પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે ટ્યૂનીશિયામાં 27 જૂને થયેલા બેવડા આત્મઘાતી વિસ્ફોટો બાદ કડક સુરક્ષાને કારણે નકાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદથી દેશમાં સુરક્ષા કડક બનાવવામાં આવી હતી. સાક્ષીઓનું કહેવું છે કે આત્મઘાતી હુમલાખોરોમાંથી એકે નકાબ પહેર્યો હતો.

આ હુમલાના માસ્ટરમાઈન્ડે ખુદના ઝડપાય જવાના ડરથી પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. અહીં સતત ત્રણ હુમલા થયા, તેની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવાંટે લીધી છે. ફેબ્રુઆરી-2014માં પણ સરકારે પોલીસને હિદાયતના રૂપમાં નકાબનો ઉપયોગ રોકવા માટે આતંકવાદી વિરોધી ઉપાયના ભાગ રૂપે તેના મોનિટરિંગના આદેશ આપ્યા હતા.

Exit mobile version