Site icon Revoi.in

ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાના કારણે નિધન – ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’માં ગુલાબોના પાત્રથી મળી હતી ખાસ ઓળખ

Social Share

મુંબઈઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર ફેવાલ્યો છે, તો બીજી તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ કોરોના કેટલાયને ભરખી ગયો છે, એક પછી એક કોરોનાના કારણે મોતના સમાચાર સામે આવી રહ્યો છે ત્યારે ટીવી એક્ટ્રસ દિવ્યા ભટનાગર પણ કોરોના સામે જંગ હારીગઈ છે જેનું જરોજ નિધન થયું છે.

દિવ્યા ભટનાગર  છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ હતી, જેના કારણે  કેટાલંક દિવસોથી તે વેન્ટિલેટર પર  જીવન મરણ વચ્ચે જજુમી રહી હતી, કોરોનાની સાથે સાથે તે નિમોનિયાનો પણ ભોગ બની હતીજેને કારણે તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ તેણે તેની લડાઈનો અંત કર્યો હતો અને છેલ્લા શ્વાસ લઈને આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું છે.

ઉલ્લખેનીય છે કે દિવ્યા ભટનાગરને સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘ગુલાબો’નાં કિરદારથી ખાસ ઓળખ મળી હતી, જેને લોકો દેશમાં ઘર ઘરમાં ઓળખતા થયા હતો.

કોરોના  પોઝિટિવ આવ્યા બાદ તેને ગોરેગાંવી SRV હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા તેની હાલત નાજુક જાવો મળી હતી, , છેલ્લા 11 દિવસોમાં દિવ્યા વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે જંગ લડી રહી હતી, થોડા દિવસ પહેલા જ દિવ્યા એ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે વેન્ટિલેટર પર હતી, અને તેના ચહેરા પર મોત સામે જીત લેવાનું એક હાસ્ય જોવા મળ્યું હતું પરંતુ છેવટે કોરોનાએ તેની લડાઈને અધુરી જ રાખી અને મોત તેને ભરખી ગયું.

સાહિન-

Exit mobile version