Site icon Revoi.in

બ્રિટનની પાંચ મસ્જિદોમાં તોડફોડ, તપાસમાં જોતરાઈ પોલીસ

Social Share

ન્યૂઝીલેન્ડ બાદ હવે બ્રિટનની પાંચ મસ્જિદોમાં હુમલાની ઘટના સામે આવી છે. બર્મિંઘમ શહેરની પાંચ મસ્જિદોમાં રાત્રે હુમલાની ઘટના બની છે. બાદમાં આતંકવાદ વિરોધી એકમના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે હુમલાની ઘટનાની તપાસ શરૂ કરી હતી.

મિડલેન્ડ્સ પોલીસને જાણકારી મળી હતી કે એક વ્યક્તિ બર્ચફીલ્ડ રોડ પર જામ મસ્જિદની બારીઓ તોડી રહ્યો છે અને તેના થોડાક સમય બાદ શહેરની અર્ડિંગ્ટન વિસ્તારની એક મસ્જિદ પર પણ આવો જ હુમલો થવાની જાણકારી મળી હતી. માનવામાં આવે છે કે આ હુમલાનો પારસ્પરીક સંબંધ છે.

આતંકવાદ વિરોધી એકમે મસ્જિદો અને વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને અન્ય વિસ્તારમાં ઈસ્લામિક ધાર્મિક સ્થાનોની ચોકસાઈને પણ વધારવામાં આવી છે. ગત શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં એક મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલાને કારણે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કહ્યું હતું કે આ ઘટનાઓની પાછળની મનસાને ઉજાગર કરવા માટે આતંકવાદ વિરોધી અધિકારીઓ સાથે તેઓ કામ કરી રહ્યા છે. ક્રાઈસ્ટચર્ચ હુમલામાં 50 લોકોના જીવ ગયા હતા.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના પ્રમુખ કોન્સ્ટેબલ ડેવ થોમ્પસને કહ્યુ છે કે તેઓ કહી શકે છે કે આ ઘટના માટે જવાબદાર લોકોની ભાળ મેળવવા માટે પોલીસ અને આતંક વિરોધી યુનિટ ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે ન્યૂઝીલેન્ડની ક્રાઈસ્ટચર્ચની દુખદ ઘટનાઓ બાદથી વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના અધિકારી અને કર્મચારી આખા વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે કે જેથી મસ્જિદો, ચર્ચો અને પ્રાર્થનાના સ્થાનોને સુરક્ષાનું આશ્વાસન અને સમર્થન આપી શકાય.

થોમ્પસને કહ્યુ છે કે આપણા સમાજમાં આવા પ્રકારના હુમલાને કોઈ સ્થાન નથી અને આને સહન કરવામાં નહીં આવે. તેઓ લોકોને ભરોસો અપાવવા ચાહે છે કે વેસ્ટ મિડ્સલેન્ડ પોલીસ ગુનેગારોને ન્યાયના કટઘરામાં લાવવા માટે એ તમામ બાબતો કરશે કે જેને કરી શકાય છે. બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવેદે એક ટ્વિટ કરીને બર્મિંઘમમાં રાત્રે મસ્જિદોમાં તોડફોડની ઘટનાઓ સંદર્ભે ચિંતા વ્યક્ત કરી છે.