Site icon Revoi.in

‘ઉરી’ના હીરો વિક્કી કૌશલને હોરર ફિલ્મના શૂટિંગ દરમિયાન ચહેરા પર થઈ ગંભીર ઈજા, જડબામાં ફ્રેક્ચર અને આવ્યા 13 ટાંકા

Social Share

સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ‘ઉરી’ના એક્ટર વિક્કી કૌશલની સાથે શૂટિંગ કરવા દરમિયાન એક મોટો અકસ્માત થઈ ગયો. વિક્કી હાલ એક હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ જ ફિલ્મનો એક્શન સીન કરતી વખતે તેના ચહેરા પર ગંભીર ઈજા થઈ છે. મુંબઈથી ફિલ્મ સમીક્ષકો કોમલ નાહટા અને તરણ આદર્શ ઉપરાંત સેલેબ રિપોર્ટર ફિરદૂન શહરયારે ટ્વિટ કરીને આ દુર્ઘટના વિશે જણાવ્યું છે.

તેમના જણાવ્યા પ્રમાણે, 18 એપ્રિલના રોજ ગુજરાતમાં જહાજ પર એક એક્શન સીન દરમિયાન વિક્કીને તે સમયે ઇજા થઈ જ્યારે એક દરવાજો અચાનક તેના પર પડી ગયો. તેને તાત્કાલિક પાસેની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ફર્સ્ટ એઇડ પછી તે સારવાર માટે મુંબઈ પાછો ફર્યો. તેના જડબામાં ગંભીર ઈજા થઈ છે અને ફ્રેક્ચર થઈ ગયું છે. તેને ઠુડ્ડીમાં પણ 13 ટાંકા આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ હોરર ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એક ડરાવનારી ફિલ્મ છે અને તેની વાર્તા કિનારા પર બેકાર પડી રહેલા પાણીના જહાજ વિશે છે. તેનું નિર્દેશન ડાયરેક્ટર શશાંક ખેતાનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભાનુપ્રતાપ સિંહ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિક્કી મુંબઈમાં છેલ્લા મહિનાથી ચૂપચાપ તેનું શૂટિંગ કરી રહ્યો છે અને ફિલ્મનો ઘણોખરો હિસ્સો શૂટ પણ થઈ ચૂક્યો છે. ફિલ્મમાં વિક્કીની સાથે લીડ એક્ટ્રેસમાં ભૂમિ પેડનેકર છે. આશા છે કે તેને આ જ વર્ષે રીલીઝ પણ કરી દેવામાં આવશે.

Exit mobile version