Site icon Revoi.in

ઓવલ ક્રિકેટ સ્ટેડિયમની બહાર વિજય માલ્યાને જોઈને લોકોએ લગાવ્યા ‘ચોર હૈ-ચોર હૈ’- ના સૂત્રો

Social Share

ભાગેડું કારોબારી વિજય માલ્યા ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે પહોંચ્યો હતો. માલ્યાને અહીં લોકોના ગુસ્સાનો સામનો કરવો પડયો તો. માલ્યાને જોયા બાદ ત્યાં હાજર લોકોએ વિજય માલ્યા ચોર હૈ- ના સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતુ.

ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોયા બાદ જ્યારે વિજય માલ્યા બહાર નીકળ્યો ત્યારે તેની સાથે તેના માતા પણ હતા. ત્યારે અચાનક ભીડે તેમને ઘેરી લીધા હતા. તે વખતે સુરક્ષાકર્મી બંનેને ભીડથી બચાવીને ત્યાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. લોકોએ માલ્યાને જોયા બાદ ચોર હૈ-ના સૂત્રો લગાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં હાજર પત્રકારે જ્યારે તેને એ વાત પર પ્રતિક્રિયા આપવા માટે કહ્યુ, તો વિજય માલ્યાએ કહ્યુ કે મને વિશ્વાસ છે કે મારી માતાને આનાથી પીડા થઈ નથી.

ભારતીય ન્યૂઝચેનલે જ્યારે માલ્યને સવાલ કર્યો કે શું તે પાછો ભારત આવવા ચાહે છે અને તેના ઉપર લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવા ચાહે છે, તો તેણે તેના ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નહીં. આ વાતથી પાનિયું છોડાવવાની કોશિસમાં માલ્યાએ માત્ર એટલું જ કહ્યું કે જો તમે તમારા વૃદ્ધ માતા સાથે ભીડમાં ફસાઈ જાવ છો, તો શું કરો છો..

10મી ડિસેમ્બર-2018ના રોજ વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટે તેના પ્રત્યાર્પણના આદેશ આપ્યા હતા. બાદમાં માલ્યાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ જસ્ટિસ એમ્મા અર્બુથનોટે તે સમયે માલ્યાના મામલાને ગૃહ સચિવ સાજિદ જાવેદ પાસે મોકલ્યો હતો. તેમણે પણ ફેબ્રુઆરીમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

63 વર્ષી માલ્યા 9000 કરોડ રૂપિયાનું કર્જ ચુકવવામાં નિષ્ફળ રહ્યો છે અને 2 માર્ચ-2016ના રોજ ભારતમાંથી ફરાર થયો હતો. આ લોન તેણે કિંગફિશર એરલાઈન્સ માટે લીધી હતી. જો કે માલ્યાએ ઘણીવાર દેશ છોડવાની વાતથી ઈન્કાર કરતા ભારતીય બેંકોની લોન પાછી આપવાની વાત કહી છે. 2017માં ભારતે માલ્યા વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી હતી. તેનો તેણે વિરોધ કર્યો હતો. માલ્યા હાલ લંડનમાં જામીન પર છે.