Site icon Revoi.in

અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભારતને સમર્થન – અરુણાચલ પ્રદેશ બાબતે અમે ભારત સાથે

Social Share

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે,જેનો અનેક વાતાઘાટો બાદ પણ અંત આવ્યો નથી , ત્યારે ભારતીય સેના દ્રારા પણ ચીન સામે હવે સખ્તી વર્તવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય અરુણાચલ પ્રદેશ બાબતે ચીનએ ઝેર ઓક્યું હતું અને અનેક વિવાદીત વાતો વહેતી કરી હતી.

જો કે હવે આ વિવાદીત નિવેદન વચ્ચે અમેરીકી રાષ્ટ્રપ પતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત સાથે હોવાની વાત કરી છે, જેને લઈને ચીનને આંચકો લાગ્યો છે, ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ બાબતે ભારત સાથે છે અને ભારતે કરેલા દાવાઓનું સમર્થન કરે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરીકા ચીન બાબતે હંમેશા ભારતની પડખે રહ્યું છે હવે ફરી એક વખત અમેરિકાએ  ચીનને જબરદસ્ત મોટો આંચકો આપીને ભારતને મજબૂત સાથ આપ્યો છે.

અમેરીકાના ગૃહ મંત્રાલય થકી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, અમેરીકાએ પણ રાજ્ય અરુણાચલ પ્રદેશને ભારતનો એક ખાસ અંગ ગણાવ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભારતનો જ ભાગ માન્યો છે અને તે સ્વીકાર્યું પણ છે.

તેમણે કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર  સેન્ય કે નાગરિકની કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કરીને કરવામાં આવેલા વિસ્તારના દાવાઓનો અમે વિરોધ કરીએ છીએ,

અમેરિકાના ગૃહ વિભાગે વધુમાં કહ્યું કે જ્યાં સુધી વિવાદિત વિસ્તારોની વાત છે તો અમે માત્ર એમ કહીશું  કે અમે ભારત અને ચીનને દ્વિપક્ષીય રસ્તા દ્વારા તેનું નિવારણ લાવે, સૈન્યબળનો ઉપયોગ ન થાય તેવી એમ અપીલ કરીએ છીએ. અમેરિકાનું આ નિવેદન અરૂણાચલ પ્રદેશ પર કબ્જો કરવાની બાબતે ચીન માટે એક મોટો ઝટકા સમાન છે.

સાહીન-