Site icon Revoi.in

ગણેશ રુદ્રાક્ષને ધારણ કરવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ

Social Share

રુદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે, જેવા કે એક મુખી, બે મુખી, પંચ મુખી વગેરે. એ જ રીતે ગણેશ રુદ્રાક્ષ પણ હોય છે, જેને ધારણ કરવાથી અનેક ફાયદા થાય છે. હિન્દૂ ધર્મમાં તમામ દેવી દેવતાઓમાં ભગવાન ગણેશજીને પ્રમુખ સ્થાન છે. કોઈ પણ માંગલિક કાર્યની શરૂઆત ગણેશજી સાથે થાય છે.

ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. ગણેશજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. એટલા માટે ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરવું શુભ છે.

જ્યોતિષીઓના મતે ગણેશ રૂદ્રાક્ષને સિદ્ધ એટલે કે તેની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ વિધિપૂર્વક કરવામાં આવે છે. સૌ પ્રથમ રુદ્રાક્ષને સરસવના તેલમાં 2 દિવસ પલાળી રાખો. આ પછી પંચગવ્ય રૂદ્રાક્ષમાં સ્નાન કરી ગંગાજળથી શુદ્ધ કરો. પછી તેને ભગવાન શિવના ચરણોમાં મૂકો અને શિવ અને ગણેશનું ધ્યાન કરો.