Site icon Revoi.in

વોટ્સએપમાં સામેલ થયું શોપિંગ બટન, હવે યુઝર્સ કરી શકશે ખરીદી

Social Share

મુંબઈ: વોટ્સએપમાં હવે માત્ર ચેટિંગ જ નહીં પરતું ખરીદી પણ કરી શકાય છે. ચેટિંગ એપ વોટ્સએપમાં શોપિંગ બટનને સમગ્ર દુનિયામાં રોલ આઉટ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ આ નવા ફીચરને નવા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે.

કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ શોપિંગ બટનને અપડેટ કરવામાં આવ્યું છે. યુઝર્સને એપમાં જ એક સ્ટોરફ્રન્ટ આઇકનના રૂપમાં નવું બટન દેખાશે. આ જ નવું શોપિંગ બટન છે. આ આઇકનને દબાવતા જ સંબંધિત બિઝનેસનું સંપૂર્ણ કેટલોગ જોઈ શકાઈ છે. કોઈ પણ પ્રોડક્ટ પર ક્લિક કરીને તેને ખરીદવા માટે ચેટ શરૂ કરી શકાય છે.

હાલમાં જ વોટ્સએપને યુપીઆઈ પેમેન્ટ શરૂ કરવાની મંજૂરી મળી છે. હવે યુઝર્સ ચેટિંગની સાથે પેમેન્ટ પણ કરી શકે છે.

_Devanshi