Site icon Revoi.in

રાનૂ મંડલને રેલ્વે સ્ટેશનથી બૉલિવૂડનો સફર કરાવનાર કોણ? ચાલો જાણીયે તેના વિશે જેણે વીડિયો વાયરલ કર્યો

Social Share

હિન્દીમાં એક કહેવત છે કે “કીસ્મત બદલ તે દેર નહી લગતી ” આ કહેવત તદ્દન સાચી પડી છે રાનૂ મંડલ માટે, જે રાનૂ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર ગીત ગાઇને જીવન પસાર કરતી હતી. ઘણા લોકો રેલ્વે સ્ટેશન પર રાનૂને ગીત ગાતા જોયને બે પાંચ રુપિયા તેમના હાથમાં આપીને નીકળી જતા હતા,આનાથી વિશેષ કોઈને કઈ વિચાર નહોતો આવ્યો,રાનૂ ખુબજ સરસ અવાજમાં જૂના સોંગ ગાતા હતા.તેમનો અવાજ ખરેખર તારીફે કાબીલ છે.

 રાનૂ મોટા ભાગે જુના ગીતો ગાવાનું જ પસંદ કરતા હતા. તેના વાયરલ વીડિયોમાં તે લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગ્મા ગાઇ રહ્યા છે.ત્યારે એક અતિન્દ્ર ચક્રવર્તી નામના છોકરાને વિચાર આવ્યો કે આ મહિલા આટલું સારુ ગીત ગાય છે તો તેનો વીડિયો તો બનાવવો જ જોઈએ ,બસ તેના વિચારે તે વીડિયા વાયરલ કર્યો અને ત્યારથી રાનૂ મંડલ છવાઈ ગઈ સોશિયલ મીડિયામાં, ત્યારે હવે દરેક જગ્યાએ રાનૂનો મધૂર સ્વર સાંભળવા મળી જ જાય છે.એમ કહી શકાય કે અતિન્દ્રના કારણે રાનૂને એક નવું જીવન મળ્યું છે.

રાનૂને બૉલિવૂડના મશહુર સિંગર હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં પોતાની સાથે સોંગ ગાવાની તક પણ આપી છે, જે વીડિયો પણ ખુબજ વાયરલ થયો છે,ત્યારે લોકો કહી રહ્યા છે કે હીમેશના કારણે રાનૂ મંડલ ફેમસ બની પરંતુ એવું નથી,આ વાતનો શ્રેય તો અતિન્દ્ર ચક્રવર્તી નામના છોકરાને જાય છે ,કારણ કે રાનૂનો પહેલો વીડિયો તેણે બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

એક દિવસ જ્યારે રાનૂ ગીત ગાઇ રહ્યા હતા,ત્યારે અતિન્દ્ર ચક્રવર્તી ત્યાં હાજર હતો અને તેણે એક વિડિઓ બનાવ્યો હતો. અતિન્દ્રએ આ વીડિયોને તેના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કર્યો . તે પછી રાનૂના  વીડિયોને લાખો લોકોએ જોયો અને પસંદ કર્યો છે. ત્યાર બાદ હિમેશ રેશમિયા માટે જ્યારે રાનૂ ગીત રેકોર્ડ કરતી હતી ત્યારે અતિન્દ્ર પણ ત્યા જ સ્ટુડિયોમાં હાજર હતો,.

અતિન્દ્રને પોતાને વિશ્વાસ નથી આવી રહ્યો કે તેના એક વીડિઓથી કેવી રીતે આ મહિલાનું જીવન બદલાઈ ગયું. રાનૂને તક આપવા બદલ અતિન્દ્રએ હિમેશ રેશમિયાનો આભાર વ્યક્ત કર્યો હતો, અતિન્દ્ર સતત રાનૂના સંપર્કમાં છે. અતિન્દ્ર એક સોફટવેર એન્જિનિયર છે અને રાણાઘાટમાં તેનું નિવાસ સ્થાન છે.