Site icon Revoi.in

ઝારખંડમાં સરકારી જોબ કરવા માટે તમારે છોડવું પડશે ઘુમ્રપાન – 1 એપ્રિલથી આ નિયમ અમલમાં મૂકાશે

Social Share

દિલ્હીઃસરકારી નોકરી કરવી હોય તો સીગારેટ પીવાનું હવે તમારે છોડી દેવું પડશે, જી હા આ નિયમ ઝારખંડ સરકાર અમલમાં લાવી રહી છે,આવનારા વર્ષની 1લી એપ્રિલથી  નિયમ સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે લાગુ કરવામાં આવનાર છે.

રાજ્ય સરકારે અહીં સરકારી નોકરીના ઉમેદવારો માટે ખાસ શરત રાખી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે, હવેથી સરકારી નોકરી કરવા માંગતા  ઉમેદવારોએ એક સોંગદનામું ફરજિયાત આપવું પડશે. જેમાં લખવું પડશે કે, જે તે ઉમેદવાર ટોબેકો પ્રોડક્ટ્સનું સેવન કરતા નથી અને ભવિષ્યમાં આવા પ્રદાર્થનું સેવન ક્યારેય કરશે નહી.

આ નિયમ માત્ર ઝારખંડના  ઉમેદવારો માટે હશે કે જેઓ ઝારખંડ સરકારના કોઈ પણ સરકારી વિભાગમાં નોકરી માટે અરજી કરતા હશે. મંગળવારના રોજ રાંચીમાં યોજાયેલી ટોબેકો કંટ્રોલ કમિટીની બેઠકમાં અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, આ નિર્ણય હેઠળ  ટોબેકો ઉત્પાદનનું વેચાણ કરનાર દુકાનો પર ખાવા પીવાની ચીજ વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવશે નહીં. આ સાથે જ આ નિયમ એપ્રિલ મહિનામાં લાગુ કરી દેવામાં આવશે .

સાહિન-