Site icon Revoi.in

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં ક્યાં અને ક્યારે યોજાશે

Social Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણી હવે બે-ત્રણ મહિનામાં યોજાવાની છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી પ્રચારની વ્યૂહરચના તૈયાર કરી દીધી છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની આ વખતની બેઠક દિલ્હીમાં નહી પરંતુ ગુજરાતમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીની રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે.અને કોંગ્રેસની રાષ્ટ્રીય વર્કિંગ કમિટીની બેઠક ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં યોજવાનાં નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક માટે અમદાવાદ અથવા ગીર સોમનાથની પસંદગી કરવામાં આવે એવી શક્યતા છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાવત ગુજરાતના નેતાઓ સાથે પરામર્શ બાદ દિલ્હી હાઈ કમાન્ડ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે. કોગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં  સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

Exit mobile version