Site icon Revoi.in

સાઉદી અરબની સૌથી મોટી તેલ કંપની ‘અરામકો’ પર ડ્રોન મારફત હુમલો

Social Share

રિયાધઃ-સાઉદી અરબના ખાનગી મીડિયાના એક રિપોર્ટ મારફત મળતી માહિતી મુજબ સાઉદી અરબની સૌથી મોટી તેલ કંપની અરામકો પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે, અધિકારિક સિદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે,અરામકોના ઔધોગિક સુરક્ષા દળોએ અબ્કૈક અને ખુરૈસના પ્લાન્ટમાં ડ્રોન મારફત થયેલા હુમલાના કારણે લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરુ કર્યા છે,આ બન્ને પ્લાન્ટમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી,

આ પહેલા સાઉદીના એક ઉપગ્રહ સમાચાર ચેનલે દેશના પૂર્વભાગમાં સ્થિત સાઉદી અરામકો કેન્દ્રમાં વિસ્ફોટ થવાની અને આગ લાગવાની ઘટનાના સમાચાર આપ્યા હતા,જો કે ત્યારે બનેલી ઘટનાનું કારણ બતાવવામાં નહોતું આવ્યું ત્યારે હાલ આ ઘટનાને લઈને મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ ગંભીર છે.

સુદી અરામકો સુદી રબની રાષટ્રીય પ્રેટોલિયમ અને પ્રાકૃતિક ગેસ કંપની છે,આવકની દ્રષ્ટીએ આ કંપની વિશ્વની કાચા તેલ માટેની સૌથી મોટી જાણીતી કંપની છે, દુબઇ સ્થિત પ્રસારણકર્તા અલ-અરેબિયાએ પૂર્વ પ્રાંતમાં દમ્મામ નજીક બુકયાકમાં શનિવારે વહેલી સવારે આગની જાણકારી આપી હતી. ઓનલાઇન વીડિયોમાં આ ભીષણ આગ સાથે પાછળથી મોટા અવાજો સંભળાયા હતા જે સાંભળતા એમ લાગી રહ્યું હતુ કે,જાણે ગોળીઓ ચાલતી હોય. જોકે, ફાયરિંગના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી

અરામકો અને સાઉદી અરબના અધિકારીઓએ  ઘટના અંગે વિસ્તૃત માહિતી હજુ સુધી આપી નથી.ઉલ્લેખનીય છે કે અરામકોને અવાર નવાર આતંકવાદીઓ નિશાન બનાવતા રહેતા હોય છે,અલ-કાયદાના આત્મઘાતી ધમાકાએ ફેબ્રૂઆરી 2006માં માટો હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતપ તેઓને નિષ્ફળતા મળી હતી,છેલ્લા કેટલાક દિવસથી ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ પમ સુદી અરબમાં ધણી વાર હુમલા કર્યા છે.