Site icon Revoi.in

આજે સંસદમાં રજુ થશે NMC બિલ, એમ્સ સહિત દિલ્હીના સ્થાનિક ડોક્ટર્સ આજે હડતાલ પર

Social Share

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના વિરોધના મુદ્દાઓ

NMC બિલના વિરુદ્વમાં તબીબોની હડતાલ

આ બિલ પાસ થતા બોગસ તબીબમાં થશે વધારો

આયૂર્વેદીક ડોકેટર્સને મળશે પ્રોત્સાહન

હકીમો આધૂનિક દવાપર પ્રેક્ટીસ કરતા દર્દીઓના જીવ જોખમમાં

સાડા 3 લાખ અયોગ્ય લોકોને મેડિકલ લાઈસન્સ મળશે

કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા બિલમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન પુરજોશમાં વિરોધ કરી રહ્યું છે, આઈએમએ નું કહેવું છે કે નેશનલ મેડિકલ કમિશન બિલ-2019ના વિરુદ્વમાં તેઓની લડત ચાલું રહેશે, તેઓનું કહેવું છે કે  બિલથી મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ મોંઘુ થશે,  બિલમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ કોલૅજમાં 50 ટકાથી વધુ સીટો વધુ પૈસાથી વહેંચવામાં આવશે, આ ઉપરાંત  આ બિલમાં સામેલ ઘારા-32 મુજબ જોગવાઈ એ છે કે લગભગ સાડા ત્રણ લાખ બોગસ મેડિકલ વિદ્યાર્થીઓને લાઇસન્સ મળશે. એટલે કે હકીમ લોકોને પ્રોત્સાહન મળશે જે  દર્દી લોકોના જીવનને જોખમમાં મૂકશે.

આઇએમએએ કહ્યું કે આ બિલમાં” કમ્યૂનિટી હેલ્થ પ્રોવાઈડર ” શબ્દની યોગ્ય વ્યાખ્યા આપવામાં આવી નથી. આ મુજબ હવે નર્સ, ફાર્માસિસ્ટ અને પેરામેડિક્સ આધુનિક દવાઓની મદદથી પ્રેક્ટિસ કરી શકશે. જો કે, તેઓ તેના માટે યોગ્ય અને પુરતા શિક્ષિત નથી.

આજ રોજ એમ્સ સહીત દિલ્હીની દરેક મોટી મોટી હોસ્પિટલના ડોક્ટર્સ આજે હડતાલ પર ઉતરી આવ્યા છે, ડોક્ટર નેશનલ મેડિકલ કમિશ્નર બિલનો વિરોધ કરી રહ્યા છે  બિલ લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. જેના વિરોધમાં રાજધાનિ દિલ્હીના તમામ ડોક્ટર્સએ હડતાલનું એલાન કર્યું છે.

આજે સવારના 8 વાગ્યાથી  ડોક્ટર્સની હડતાલ શરુ થઈચુકી છે હડતાલના કારણે આરોગ્ય સેવાઓ પર માઠી અસર જોવા મળી છે, આરએમએલ હોસ્પિટલે ક બયાન રજુ કર્યું છે કે ગુરુવારથી રુટીન ઓપરેશન આગળના આદેશ સુધી અટકાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલ બુધવારથી જ દેશભરના 3 લાખથી વધુ ડોક્ટરર્સ આ  બિલને લઈને હડતાલ પર ઉતરી આવ્યા છે જ્ના કારણે ઓપીડી સેવો પર અસર પડી હતી.

દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈંસ્ટિટિયૂટ ઓફ મેડીકલ સાઈન્સના ડોક્ટર્સએ આજરોજ દરેકને સંસદમાં વવાના આદેશ આપ્યા છે એમ્સના તબીબોએ NMCબિલના વિરાધમાં દરેક ડોક્ટર્સને એમ્સથી  સંસદ સુઘી વિરોધ રેલીમાં જોડાવાની સુચના આપી હતી, તબીબોએ માંગ કરી છે કે જે બિલ લોકસભામાં પાસ થઈ ચુક્યું છે તેને રાજ્યસભામાં પાસ ન કરવામાં આવે, તબીબોના માંગ મુજબ આ બિલ પર વિગતવાર સંશોધન કરીને રાજ્યસભામાં રજુ કરવામાં આવે જો આમ ન થતા આજરોજ દરેક હોસ્પિટલ્સમાં હડતાળ કરવામાં આવશે.