Site icon Revoi.in

ક્રૂઝમાં 15વર્ષની બાળકી પર ગેંગ રેપ થયો હતોઃગેંગરેપ થયાના થોડા વર્ષ પછી ઘટના સામે આવી

Social Share

12 લોકોએ યૂવતીને દારુ પીવળાવીને બળાત્કાર કર્યો હતા

2015ની ઘટના, યૂવતીએ ઉઠાવ્યો અવાજ

2016માં ન્યાય નહોતો મળ્યો

ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા

પીડિતા અમેરિકાના ફ્લોરિડાની છે

15 વર્ષની એક કિશોરીએ આરોપ લગાવ્યો છે કે ક્રૂઝમાં 12 લોકોએ તેને દારુ પીવળાવીને તેના સાથે ગેંગ રેપ કર્યો હતો,આ કિશોરી પોતાના પરિવાર સાથે રજાઓ માણવા લગ્ઝરી શીપમાં મુસાફરી  કરી રહી હતી.પિડીતા કિશોરીનું કહેવું છે કે 12 લોકોના ટોળાએ પહેલા તેને તેના માતા-પિતાથી અલગ કરી હતી.

આ કિશોરાએ  રોયલ કેરેબિયન કંપનીના સી ઓસિસ નામના વહાણમાં બનેલી આ ઘટનાની વાત રજુ કરી છે. આ પીડિતા અમેરિકાના ફ્લોરિડાની છે અને તેણે ક્રૂઝ શિપ કંપની સામે ફ્લોરિડાની એક અદાલતમાં ફરિયાદ નોંધાવી છે.આ પહેલા 2016 માં તેની અરજી ફગાવવામાં આવી હતી. ત્યારે  વાતને લઈને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ગેંગરેપ કેસથી ક્રુઝના ઉદ્યોગોને  શોક લાગશે.

છેલ્લા કેટલા વર્ષથી શીપમાં રેપની ઘટના બની હોય તેવા કીસ્સાઓ સામે આવ્યા છે, આ કિશોરીએ આરોપ લગાવ્યો છે કે 2015ની ટ્રીપ દરમિયાન જ્યારે આ ઘટના બની હતી ત્યારે શીપનો સ્ટાફ આ ઘટનાથી માહિતગાર હતો, પરંતુ તેઓ મને બચાવવાના પ્રયત્નો નહોતા કર્યા.

શીપના કાનુન વિશે જાણનારા જીમ વાકરનું કહેવું છે કે  ક્રૂઝ શીપ એક હાલતા ચાલતા શહેર જવું હોય છે,જેમા 10 હજાર લોકો મુસાફરી કરી શકે છે, પરંતુ ત્યા કોઈ પણ પોલીસ અધિકારીની ઉપસ્થિતી હોતી નથી,કેટલાક કેસમાં શીપ આંતરાષ્ટ્રીય જલક્ષેત્રમાં હોવાના કારણે આરોપીને સજા અપાવવી મુશ્કેલ બની જાય છે.ત્યારે આ ગેંગરેપની ઘટનાને લઈને પિડીતા કિશોરીએ ફરિયાદમાં કહ્યું છે કે ક્રુઝ શીપ તેને સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ રહી છે,ત્યારે આ વિષય પર રોયલ કેરિબિયને કહ્યું કે આ બનાવ અંગે ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.