Site icon Revoi.in

પાકિસ્તાનનું નવુ કાવતરું-ઓક્ટોબરમાં LoC પર 4 હજાર આતંકીઓને કરાવી શકે છે ઘૂસણખોરી

Social Share

ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી છે કે, સંયૂક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પુરી થયા બાદ પાકિસ્તાન ભારતની બોર્ડર પર કંઈક મોટુ કાવતરુ ઘડવાની તૈયારીમાં છે,તે માટે નારગીકોને શીલ્ડ બનાવવામાં આવશે,એજન્સીઓ દ્રારા સુરક્ષા દળોને એલઓસી પર એલર્ટ કરવામાં આવ્યા છે.

સુત્રો પાસેથી મળેલા ઈનપૂટ્સ આધારે પાકિસ્તાની સેના અને જમાત-ઉલ-અલ-હદીસે 3 હજારથી 4 હજાર યુવાનોને ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એલઓસીના ઉલ્લંધન માટે તૈયાર કર્યા છે,આ માટે તેમને એક મહિના સુધી તાલિમ આપવમાં આવી છે, અને જમાત-ઉલ-અલ-હદીસ એ 26-11 મુંબઈના હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનું નવું ફ્રંટલ સંગઠન છે

સુત્રોએ જણાવ્યું છે કે,તાલિમ આપવામાં આવી રહેલા આ આતંકીઓમાં જેકેએલએફના કેટલાક યુવા સદસ્યો પણ સામેલ છે,જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય છે,આ તાલિમનો ઈરાદો યુવાનોનું બ્રેઈન વૉશ કરીને તેમને એલઓસી સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘકેલવાનો છે, જેનાથી તેઓ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ઘૂસપેઠ કરી શકે.

પાકિસ્તાન આ દરેક ઈરાદાઓને કંઈક એ રીતે અંજામ આપવાની તૈયારીમાં છે,કે જેનાથી ભારતીય સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરે તો પાકિસ્તાન તેને નાગરીકોના માનવઅધિકારોનું ઉલ્લંધન કહીને સમગ્ર વિશ્વ સામે રજુ કરી શકે.તે સિવાય પાકિસ્તાની સેના આ ભીડની સાથે પોતાની બોર્ડર એક્શન ટીમના સભ્યોને પણ મોકલી રહી છે,જો આ  બધા એલઓસી ઉલ્લંઘનમાં સફળ થાય તો મોટી ગડબડને અંજામ આપી શકે છે.

એલઓસી પાર ઓછામાં ઓછી 31 જગ્યાઓ પર પાકિસ્તાની સેના અને આતંકીઓને સ્પોટ કરવામાં આવ્યા છે કે જ્યાથી ઘૂસપેંઠના પ્રયત્નો થઈ શકે છે,ભારતીય સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે દિવસ-રાત બાજ નજર રાખી રહી છે,સુત્રોએ  31 સ્પોટના નામ પણ જણાવ્યા છે,આ યાદીમાં પહેલા એલઓસીની પેલે પાર પાકિસ્તાની પોસ્ટ અને પછી તેનાથી સંકળાયેલ ભારતીય ક્ષેત્રના નામ આપ્યા છે.

સુત્રોએ જણાવ્યું કે,પાકિસ્તાની સેના આતંકીઓને સંતાડવા માટે એલઓસી પાસે પોતાના ડિફેન્સ બંકરોનો ઉપયોગ કરી રહી છે,વધુમાં જણાવ્યું કે,જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ સાથે બીએટી આવનારા દિવસોમાં એલઓસી સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ હુમલો કરવાના પ્રયત્નો કરી શકે છે,તેઓને ઘુસપેઠ કરાવવા માટે પાકિસ્તાની સેના તરફથી ભારે ગોળીબાર દ્રારા કવર કરવામાં આવી શકે છે,આ માટે પીર પંજાલ રેંજના ઉત્તર અને દક્ષિણ,બન્ને બાજુથી લૉન્ચ પૅડનો ઉપયોગ કરવામાં આવી શકે છે.