Site icon Revoi.in

પોતાના જ ઘરમાં ઈમરાન ખાન નિશાના પર,PPP સાંસદ બોલ્યાઃ પાક માટે ખતરો છે ઈમરાનની વિદેશી મુલાકાતો

Social Share

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન જમ્મુ-કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો સતત  પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ સફળતા હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. દરેક જગ્યાએ તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે,ત્યારે હવે તો ખુદ પાકિસ્તાનના નેતાઓને પણ આ વાત બરાબર સમાજાય ચૂકી છે,અને તેના કારણે જ હાલ પાકિસ્તાનની વિપક્ષ પાર્ટી ઈમરાન ખાનને બરાબરના ઘેરી રહી છે.

પાકિસ્તાનના વિપક્ષની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું કહેવું છે કે, ઇમરાન ખાનના અત્યાસ સુધીની દરેક વિદેશીની મુલાકાતો પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બની રહી છે, આવી સ્થિતિમાં તેમની વિદેશી મુલાકાતો બંધ કરવી દેવી જોઇએ. કારણ કે જ્યારે મરાન ખાન દેશની બહાર જાય છે ત્યારે પાકિસ્તાનને હંમેશા નુકસાન જ થાય છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સેનેટર મુસ્તફા નવાઝ ખોખરએ ગુરુવારન રોજ  કહ્યું હતું કે, ઇમરાન ખાન વિશ્વમાં પાકિસ્તાનનો પક્ષ રાખવાને બદલે પોતાના જ દેશની વિરુદ્ધમાં બોલી રહ્યા છે, અને એ જ કારણ છે કે સમગ્ર ભારતીય મીડિયા પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની પીપલ્સ પાર્ટી પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર બૂટ્ટોની પાર્ટી છે,ત્યારે હાલમાં આ પાર્ટીના પ્રમુખ પદે તેમના પુત્ર બિલાવલ ભૂટ્ટો છે.

પાકિસ્તાનમાં ઈમરાન ખાનનો વિરોધ થવો તે વાત સ્વાભાવિક છે,છેલ્લા કેટલાય સમયથી જમ્મુકાશ્મીરનો મામલે હોય કે પછી ફૂટનીતિ હોય કે પછી આતંકવાદનો મુદ્દો હોય,આ દરેક બાબતમાં પાકિસ્તાનને વૈશ્વિકમંચ પર સતત હારનો સામનો કરવો પડ્યો છે,

તાજેતરમાં જ ન્યૂયોર્કમાં ઈમરાન ખાને  વાતનો સ્વીકાર કર્યો છે કે,અમેરીકાના કહેવા પર પાકિસ્તાની સેના અને આઈએસઆઈ એ અલકાયદાના આતંકવાદીઓને તાલિમ આપી હતી,પરંતુ જ્યારે કામ પુરુ થયુ ત્યારે મેરીકા ત્યાથી ખસી ગયુ,ત્યાર બાદ પાકિસ્તાનને ઘણું બધુ ભગવવાનો વારો આવ્યો, ઉપરાંત પણ ઈમરાન ખાને જણાવ્યું કે, 9/11ના હુમલા પછી પાકિસ્તાને અમેરીકાર વિશ્વાસ કરવો તે તેમની ખુબ જ માટી ભુલ છે,આ મામાલ સિવાય જમ્મુ-કાશ્મીરના મામલા પર અમેરીકા  જે રીતે ભારતનો સાથ પ્યો છે તે વાત પમ પાકિસ્તાન માટે એક મોટો ઝટકો છે.