Site icon Revoi.in

બ્રાઝિલમાં વધુ એક વિમાન ક્રેશ, ઇમરજન્સી લેન્ડિંગ પછી આગ લાગી

Social Share

બ્રાઝિલના દક્ષિણપૂર્વ રાજ્ય સાઓ પાઉલોમાં આવેલા પર્યટન શહેર ઉબાટુબાના દરિયા કિનારા પાસે એક નાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. અને સાત લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માતમાં પાઇલટનું મોત થયું છે. પાઇલટે ઉબાટુબા પ્રાદેશિક એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિમાન ધીમું ન થઈ શક્યું અને એર ટર્મિનલના સુરક્ષા વાડમાં અથડાયું ગયું હતું.

ફાયર વિભાગના રિપોર્ટ મુજબ, વિમાનમાં સવાર ચારેય મુસાફરો સુરક્ષિત છે. જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ક્રુઝેરો બીચ પર ફરવા ગયેલા અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. ઉબાટુબા એરપોર્ટના કન્સેશનર રેડે વોઆએ જણાવ્યું હતું કે હવામાન સારું નહોતું. વરસાદ અને ભીના રનવેને કારણે આ અકસ્માત થયો હતો. બ્રાઝિલિયન વાયુસેનાએ કારણ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે ટેકનિશિયન અને નિષ્ણાતોને ઘટનાસ્થળે મોકલ્યા.

આ પહેલા 24 ડિસેમ્બર, 2024 ના રોજ બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં એક સગીર સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ વિમાન સિંગલ-એન્જિન RV-10 હતું, જેમાં એક પાયલોટ અને ત્રણ મુસાફરો બેસી શકતા હતા. સપ્ટેમ્બર 2024 ની શરૂઆતમાં એક અલગ ઘટનામાં ઉત્તરી બ્રાઝિલના એમેઝોનાસ રાજ્યના બાર્સેલોસ શહેરમાં એક નાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા.

એમેઝોનાસના ગવર્નર વિલ્સન લીમાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તે બધા બ્રાઝિલિયન પ્રવાસીઓ હતા જેઓ માછીમારી કરવા ગયા હતા. એવું નોંધાયું હતું કે પાઇલટને બાર્સેલોસમાં લેન્ડિંગ માટે રનવે શોધવામાં મુશ્કેલી પડી હતી, જે એક સ્પોર્ટ ફિશિંગ ડેસ્ટિનેશન છે. ક્રેશ થયેલા બ્રાઝિલિયન ટ્વીન-ટર્બોપ્રોપ લાઇટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એમ્બ્રેર EMB 110 બેન્ડેરેન્ટેના માલિક, માનૌસ એરોટેક્સી એરલાઇન્સે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં ક્રેશની પુષ્ટિ કરી.

Exit mobile version