Site icon Revoi.in

વચગાળાનું બજેટ 2019: જાણો ક્યાં-ક્યાં મળી ટેક્સપેયર્સને ટેક્સમાં છૂટ

Social Share

મોદી સરકારે વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને ખુશ કરવામાં કોઈ કોરકસર છોડી નથી. નાણાંપ્રધાન પિયૂષ ગોયલે શુક્રવારે બજેટ રજૂ કરતા ઘણાં મોટા એલાનો કર્યા છે. આની કરદાતાઓ ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. આવો જાણીએ કે સરકારે કેટલી અને કઈ-કઈ છૂટની ઘોષણા કરી છે.

પાંચ લાખ સુધીની આવક, ટેક્સના ટેન્શનથી મુક્ત

પાંચ લાખ સુધીની વ્યક્તિગત આવક સંપૂર્ણપણે કરમુક્ત રહેશે. અત્યાર સુધી અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ આપવામાં આવતી હતી.

વધુ કમાણી પર રોકાણથી ટેક્સમાં માફી

વિભિન્ન રોકાણ ઉપાયોની સાથે 6.50 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આવક પર કોઈ ટેક્સ આપવો પડશે નહીં. 

સ્ટાડર્ડ ટેક્સ ડિડ્ક્શન

ગત બજેટમાં સરકારે ચાલીસ હજાર રૂપિયા સ્ટાડર્ડ ડિડક્શનની શરૂઆત કરી હતી. હવે તેને વધારીને પચાસ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. તેના કારણે ત્રણ કરોડથી વધારે પગારદારો અને પેન્શનધારકોને 4700 કરોડ રૂપિયાનો વધારાનો લાભ પ્રાપ્ત થશે.

રેન્ટલ ઈન્કમ પર ટીડીએસની મર્યાદા

રેન્ટલ ઈન્કમ પર ટીડીએસની મર્યાદાને 1.80 લાખથી વધારીને 2.40 લાખ રૂપિયા કરવાની ઘોષણા કરવામાં આવી છે.

બીજું મકાન છે, તો ટેક્સ નહીં

બીજા મકાન પર હવે કલ્પિત ટેક્સ નથી. હાલ કલ્પિત ભાડાં પર ટેક્સ એ સ્થિતિમાં આપવાનો હોય છે, જ્યારે કોઈની પાસે એકથી વધારે આવા મકાનો હોય, જેમાં ખુદ માલિક રહેતા હોય.

ઈન્કમટેક્સની કલમ-5 હેઠળ મૂડીગત લાભના પુનર્રોકાણ પર છૂટની જોગવાઈને બે લાખ સુધીના મૂડીગત લાભ પ્રાપ્ત કરનારા કરદાતાઓ માટે એક આવાસીય મકાનમાંથી બે રહેણાંક મકાનમાં પુનર્રોકાણ સુધી વધારવામાં આવશે.

વ્યાજ પર ટેક્સ નહીં

નાણાં પ્રધાને બેંકો અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર મળનારા વાર્ષિક 40 હજાર રૂપિયા સુધીના વ્યાજના સ્ત્રોત પર કર કપાત એટલે કે ટીડીએસમાં છૂટ આપી છે. હાલ આવી છૂટ દશ હજાર રૂપિયા સુધીના વ્યાજ પર મળતી હતી.

ગ્રેજ્યુટીની મર્યાદામાં પણ વધારો

સરકારે ગ્રેજ્યુટીની મર્યાદાને દશ લાખ રૂપિયા સુધી વધારીને 30 લાખ રૂપિયા કરવાની ઘોષણા કરી છે.