Site icon Revoi.in

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે ઉત્પાદન લિંક યોજનાને મળી મંજૂરી, 10 હજાર 900 કરોડ સબસીડી તરીકે આપવામાં આવશે

Social Share

દિલ્હી – આજે બુધવારના રોજ કેબિનેટે  એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ માટેની પ્રોડક્શન લિન્ક યોજનાને મંજૂરી આપવામાં આવી છે. બુધવારે આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે પ્રોડક્શન લિંક પ્રોત્સાહન યોજના માટે રૂ.10,900 કરોડ ઈન્સેટિવ અથવા તો સબસીડિ તરીકે આપવાની મંજુરી આપવામાં આવી છે.

આ બાબતે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને કેટલાક લોકોએ ખેડુતોને ભ્રમિત કરવાના પ્રયત્નો કર્યા છે અને નકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આજે દેશના ખેડુતો સમજી ગયા છે કે નવો કાયદો તેમના માટે માત્ર એક વિકલ્પ છે.

તેમણે આ મામલે વધુમાં જણઆવ્યું હતું કે, આ કાયદાઓ ખેડૂતોના હિતમાં બનાવવામાં આવ્યા છે અને આ સંદર્ભમાં, દેશમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં રોકાણ કેવી રીતે વધે વૈશ્વિક પ્લેયર્સ ભારતના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં કઈ રીતે વધુ રોકાણ કરે, તે માટેનો માર્ગ હવે ઉત્પાદન લિંગ પ્રોત્સાહન યોજના થકી મોકળો થશે. ફૂડ પ્રોસેસીંગ સેક્ટર માટેની પ્રોડક્શન લિન્ક પ્રોત્સાહન યોજના આશરે 2.5 લાખ રોજગારની તકો  પ્રદાન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સાહિન-

 

Exit mobile version