Site icon Revoi.in

શિયાળામાં અરિઠા વાળ માટે ખૂબ જ ફાયદા કારક ,જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Social Share

સામાન્ય રીતે શિયાળામાં આપણે મોંધા મોંધા કેમિકલ યૂક્ત શેમ્પુ અને ક્નડિશનર નો ઉપયોગ કરીએ છીએ જેને લઈને વાળ રુસ્ક થાય છે, ખરે છે અને સમય કરતા પહેલા વાળ સફેદ થવાની સમસ્યાઓ સર્જાય છે. તો આજે આપણે વાત કરીશું કુદરતી શેમ્પુ અને કન્ડિશનરની ,એટલે કે અરીઠાની જે તમારી વાળની સુંદરતાને બરકરાર રાખશે, ઠંડીમાં પણ વાળને સ્ટ્રોંગ અને સ્મૂથ બનાવશે.

અરીઠા તમારા વાળ માટે બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. તેનાથી વાળ સુંદર, મજબૂત અને ચમકદાર બને છે. માર્કેટમાં ઉપલબ્ધ શેમ્પૂ અને કન્ડીશનરમાં પણ અરીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.

કુદરતી રીતે બનાવેલ શેમ્પૂ વાળને પોષણ આપે છે. ઘરે અરીઠાથી શેમ્પૂ બનાવવા માટે આમળા, શિકાકાઇની સાથે થોડુક અરીઠાના પાણીમાં અડઘો કલાક સુધી ઉકાળી લઈશું. ત્યારબાદ આ તમામ સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે તેને આખી રાત તેજ પાણીમાં પલાળી દઈશું. હવે સવારે મિશ્રણને ગાળી લો હહવે તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો જે તમારા વાળને મજબૂત બનાવશે.

શિયાળામાં વાતાવરણ ભેજ વાળુંહોય છે જેને લઈવને વાળમાં કન્ડીશનરનો ઉપયોગ કરીશું તો વાળ સ્મૂછ અને સીલ્કી બનશે, અને જો એમા પણ હોમમેડ કુદરતી વસ્તુનું કન્ડિશનર હોઈ તો વાળ વધુ સારા બને છે, અરીઠાનો ઉપયોગ કરીને તમે ઘરે જ કન્ડીશનર બનાવી શકો છો. અરીઠાને રાતભર પલાળીને રાખો અને આ પાણીને સવારે 10 મિનિટ સુધી ઉકાળી લો.ત્યાર બાદ તે ઠંડુ થાય એટલે તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી તેને ગરણીમાં ગાળઈ લો હવે આ લિક્વિડને તમે કન્ડિશનર તરીકે ઉપયોગ કરી શકો છો, જે ખરતા વાળ અને સફેદ થતા વાળને અટકાવે છે.