Site icon Revoi.in

ફ્રાંસના 121 સમાચાર પત્રોને હવે ગૂગલે ચૂકવવા પડશે કુલ 551 કરોડ રુપિયા -જાણો શું છે મામલો

Social Share

દિલ્હી- ગૂગલ કે જે હંમેશા ખૂબ ચર્ચામાં રહે છે, પોતાના પ્લેટફોર્મ પર ન્યુઝ વેબસાઇટ્સના સમાચારો દર્શાવી લાખો કરોડોની જાહેરાતો કમાતા ગૂગલે હવે ફ્રાંસના 121 સમાચાર પત્રોને કુલ મળીને 551 કરોડ રપિયા ચૂકવવા પડશે.

ગૂગલે નવા ફ્રેન્ચ કાયદા હેઠળ ગયા મહિને ફ્રેન્ચ માચાર સંગઠન એપીઆઇજી એલાયન્સ સાથે ત્રણ મહિનાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ તે કેટલી રકમ ચૂકવશે તે રકમ હવે જણાવવામાં આવી છે. ખાસ વાત એ છે,કે ગૂગલે આ રકમ આ સંગઠનને પોતાના પ્લેટફોર્મ પરના નાના-નાના સમાચાર દર્શાવવા માટે ચૂકવવા પડશે.

જો કે આ વાત માટે શરૂઆતમાં ગૂગલ તૈયાર નહોતું. વર્ષ 2014 માં સ્પેનિશ સમાચાર સંસ્થાઓને ચૂકવણી કરવા માટે કાયદો બનાવવામાં આવ્યો હતો.તેના પર ગૂગલે સ્પેનમાં પોતાનું ‘ગૂગલ ન્યૂઝ’ સેક્શન જ બંધ કરી દીધુ હતું જેથી તેને કમાણીમાં ભાગ ન આપવો પડે. આ વર્ષ દરમિયાન ગૂગલ સર્ચ પરિણામોમાં, ફ્રેન્ચ સમાચાર સંસ્થાઓ સામગ્રીને દૂર કરવાની તૈયારી કરી રહી હતી.

ફ્રેન્ચ સ્પર્ધા પંચે તેમને આ અંગે ચેતવણી આપી હતી. આખરે ગૂગલે સરકારના કડક વલણ સામે નમતુ મૂકવુ પડ્યું, કરાર સાથે સમાચાર સંસ્થાઓ તરફથી પ્રાપ્ત સામગ્રી પ્રમાણે તેમનો હિસ્સો નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, મોટા દૈનિક સાપ્તાહિક સમાચાર પત્ર લા મોન્ડેને સાડા નવ કરોડની આસપાસ ચૂકવણી કરવામાં આવશે અને સાપ્તાહિક સમાચાર પત્ર લા વોક્સને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.

જો કે આ મામલે નિષ્ણાંતોના મતે આ કરાર ડિજિટલ કોપિરાઇટ ચુકવણી માટે એક નવો માર્ગ ખુલશે. ફ્રાન્સ વિશ્વ માટે એક મોડેલ બની શકે છે.ઓસ્ટ્રેલિયન સરકાર પણ આ પ્રમાણેનો કાયદો ઘડવાની તૈયારીમાં છે. ગૂગલ તેનો સખત વિરોધ કરી રહ્યો છે, રોજ નવી ધમકીઓ આપે છે. આવતા બે-ત્રણ વર્ષોમાં ડઝનેક નવા યુરોપિયન દેશો પણ ફ્રાન્સ જેવા કાયદા ઘડશે.

સાહિન-