Site icon Revoi.in

કેબિનેટ મંત્રી મંડળે IDBI બેંકના ખાનગીરકણ માટે આપી મંજુરી

Social Share

દિલ્હીઃ- કેબિનેટ મંત્રી મંડળે આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને અનુલક્ષીને આઇડીબીઆઈ બેંકની ભાગીદારીને પસંદગીના રોકાણકારોને વેચવાની અને તેઓને બેંકનું સંચાલન સોંપવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આઈડીબીઆઈ બેન્કમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસીની કુલ ભાગીદારી 94 ટકાથી પણ વધારે છે, ત્યાર બાદ આજે આઈડીબીઆઈ બેંકનો શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

આજ રોજ સવારે 11 વાગ્યેની 47  મિનિટે આ 2.60 પોઇન્ટ એટલે કે 6.85 ટકા વધીને 40.55 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે તે અગાઉના ટ્રેડિંગ દિવસે 37.99 ના સ્તરે બંધ રહ્યો હતો. બિઝનેસ દરમિયાન 15 ટકાન્ ઉછાળો સાથે 43.50 પર પહોંચી ગયો છે. હાલમાં, બેંકનું માર્કેટ મૂડી 435.69 અરબ રુપિયા છે.

ઉલ્લેખનીય છે કે એલઆઈસી પાસે બેંકના 49.21 ટકા શેર છે અને તે તેના પ્રમોટર પણ છે અને બેંકના સંચાલનનું નિયંત્રણ પણ ધરાવે છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આઈડીબીઆઈ બેંકના વ્યૂહાત્મક વેચાણને મંજૂરી આપી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક સાથે પરામર્શ કરીને, નિર્ણય લેવામાં આવશે કે આ બેંકમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસીનો કેટલો હિસ્સો વેચવાનો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે કેટલાક જાહેર ક્ષેત્રની બેંકોને પણ વર્તમાન નાણાકીય વર્ષના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં ખાનગીકરણ કરવામાં આવશે.જો કે અનેક લોકો દ્રારા આ ખાનગીરૃકરણનો વિરોધ પણ નોંધાવાયો છે.

Exit mobile version