Site icon Revoi.in

મેક્સિકન નેવીનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના -14 લોકોના થયા મોત

Social Share

દિલ્હીઃ- આજરોજ શુક્રવારે મેક્સિકન નેવીનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું છે,આ હેલિકોપ્ટર ક્રેશથયું હોવાના એહવાલ મળી રહ્યા છે જેમાં 14 લોકોના મોત થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.

આ ઘટનાને પગદલે નેવીના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ઉત્તરીય રાજ્ય સિનાલોઆમાં મેક્સીકન નેવીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં શુક્રવારે 14 લોકો માર્યા ગયા હતા. મેક્સિકોની નૌકાદળે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના શહેર લોસ મોચીસમાં બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જો કે આ ઘટના કઈ રીતે બની તેનું કારમ હજી સુધી જાણી શકાયું નથી.

કહેવામાં આવી રહ્યું છે કે  વિમાનમાં 15 લોકો સવાર હતા અને સિનાલોઆ રાજ્યમાં દુર્ઘટનામાં બચેલા એકમાત્ર વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.14 લોકોના મોત થઈ ચૂક્યા છે.

નેવીએ આપેલી માહિતી પ્રમાણે કે એવી કોઈ માહિતી નથી કે ક્રેશ કુખ્યાત ડ્રગ લોર્ડ રાફેલ કેરો ક્વિંટેરોના શુક્રવારના કેપ્ચર સાથે સંબંધિત છે. દરોડાને ટ્રેક કરી રહેલા એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેશ  હેલિકોપ્ટર સર્ચ ઓપરેશન સાથે જોડાયેલું હતું, હેલિકોપ્ટર અનિશ્ચિત ઓપરેશનલ પ્રવૃત્તિઓ હાથ ધરતી વખતે નીચે પડ્યું હતું. અને આ ઘટના સર્જાય હતી

 

Exit mobile version